Gujarat News 17 January LIVE: રોહિત શર્માની આક્રમક સદીથી અફઘાનિસ્તાનને જીતવા આપ્યો 213 રનનો ટાર્ગેટ

Gujarat News 17 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:18 PM • 17 Jan 2001
    રોહિત શર્માની આક્રમક સદી
    ભારતે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 212 રન ફટકાર્યા. કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. તે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. રિંકુએ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા.
  • 06:58 PM • 17 Jan 2001
    ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી
    ત્રીજી T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણા ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે.
  • 06:58 PM • 17 Jan 2001
    ભારતીય પ્લેઈંગ ઈલેવન
    યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, કુલદીપ યાદવ અને આવેશ ખાન.
  • 06:58 PM • 17 Jan 2001
    અફઘાનિસ્તાન પ્લેઈંગ ઈલેવન
    રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝાદરાન (કેપ્ટન), ગુલબદિન નાયબ, અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જનાત, શરાફુદ્દીન અશરફ, કૈસ અહેમદ, મોહમ્મદ સલીમ સફી, ફરીદ અહેમદ મલિક.
  • 05:06 PM • 17 Jan 2001
    UP ATSની મોટી કાર્યવાહી
    રામમંદિરના ઉદ્ધાટન પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. UP ATSની ટીમે અલીગઢથી 25 હજારનાં ઈનામી આતંકી ફૈઝાન બખ્ચિયારની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં આતંકી સંગઠન ISISનાં અલીગઢ મોડ્યૂલના 8 શંકાસ્પદોની ધરપકડ થઈ ચૂકી છે.
  • 05:06 PM • 17 Jan 2001
    શેરબજાર મોટો ધડાકો
    શેરબજાર (Stock Market)માં રોકાણ કરનારા રોકાણકારો માટે બુધવારનો દિવસ ઘણો ખરાબ સાબિત થયો. એક તરફ સેન્સેક્સ 1600 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો, જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. માર્કેટમાં આવેલા આ ભૂકંપની વચ્ચે રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ સાફ થઈ ગયા છે.
  • 03:03 PM • 17 Jan 2001
    બલૂચિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ
    પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમાં 9 લોકો ઘાયલ થયા છે. બલૂચિસ્તાનના સિવિલ સચિવાલય અને કમિશનરની ઓફિસ પાસે બ્લાસ્ટ થયો હતો.
  • 03:03 PM • 17 Jan 2001
    કબૂતરના ચરકથી વૃદ્ધનું મોત
    સુરતમાં પંકજ દેસાઈ નામના વ્યક્તિને કબૂતરને ચણ નાંખવું ભારે પડ્યું છે. તેમને કબૂતરના ચરકથી ફેફસાંમાં ઇન્ફેક્સન થઇ જતા મોત નીપજ્યુ છે.
  • 01:00 PM • 17 Jan 2001
    ભૂપત ભાયાણી ધારણ કરશે ભાજપનો ખેસ
    આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી 3 ફેબ્રુઆરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ભૂપત ભાયાણી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આપને જણાવી દઈએ કે, તેઓએ ગત મહિને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
  • 12:43 PM • 17 Jan 2001
    ઈન્કમટેક્સ વિભાગનો સપાટો
    અમદાવાદ અને વડોદરામાં જાણીતા બિલ્ડરોના ગ્રુપો, ફટાકડા અને કેમિકલ ઉદ્યોગો સાથે સંકળાયેલા મોટા ગજાના વેપારીઓને ત્યાં મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ હવે ઈન્કમટેક્સ વિભાગે આણંદ અને આણંદ જિલ્લામાં ઉદ્યોગપતિ, જ્વેલર્સ, બિલ્ડરોના મોટા ગ્રુપ પર સપાટો બોલાવ્યો છે. આણંદ અને આણંદ જિલ્લામાં અનેક ઠેકાણાઓ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકતા અન્ય બિલ્ડરો, જ્વેલર્સ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
  • 10:14 AM • 17 Jan 2001
    સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3ના મોત
    સુરેન્દ્રનગરના મુળી-સડલા રોડ પર ડમ્પર પાછળ કાર અથડાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર, મુળી-સડલા રોડ પર ડમ્પરની પાછળ અલ્ટો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
  • 12:30 PM • 17 Jan 2024
    કિંજલ દવેને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ
    પ્રખ્યાત "ચાર ચાર બંગડી વાળી ઓડી" ગીતને લઈને ફરી વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કિંજલ દવેને કોર્ટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતના ઉપયોગ બદલ કિંજલ દવે સામે કોર્ટે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે, "ચાર ચાર બંગડી વાળી ઓડી" ગીતને લઈને કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. જેના પર કોર્ટે કહ્યું કે, કિંજલ દવેએ હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાવ્યા છે માટે માફી યોગ્ય નથી. જે બાદ આ મામલે આકરું વલણ અપનાવતા કિંજલ દવેને 7 દિવસની અંદર 1 લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
follow whatsapp