लाइव
Gujarat News 16 January LIVE: કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહત, કોર્ટે 2017ના કેસમાં નિર્દોષ છોડ્યા
Gujarat News 16 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:06 PM • 16 Jan 2001કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને મોટી રાહતઆજે ગુજરાતમાં એક મેટ્રોપોલિટન અદાલતે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી રાહત આપી છે. 2017ના કેસમાં તેમને અને અન્ય 30 લોકોને નિર્દોષ છોડ્યા છે. તેમની ઉપર 2017માં રાજ્ય સરકારની નીતિઓ વિરોધમાં ટ્રેન રોકવાનો આરોપ હતો.
- 03:58 PM • 16 Jan 2001ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવસિદ્ધિવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા 16 જાન્યુઆરી 2016માં શરૂ કરાવેલી નવતર પહેલ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અન્વયે ગુજરાતે સતત ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પર્ફોર્મર સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને અભિનંદન પાઠવ્યા છે.
- 03:56 PM • 16 Jan 2001રાહુલ ગાંધીએ કાર્યક્રમને રાજકીય ગણાવ્યોકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રામ મંદિરના અભિષેકને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં જશે નહીં. આ પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું, '22 જાન્યુઆરીની ઘટના એક રાજકીય કાર્યક્રમ છે. હું ધર્મનો લાભ લેવા માંગતો નથી. મને એમાં રસ નથી. મારે મારા શર્ટ પર મારો ધર્મ પહેરવાની જરૂર નથી. જોકે, જેને ત્યાં જવું હોય તે જઈ શકે છે. પરંતુ અમે તે દિવસે ત્યાં જઈશું નહીં. અમારા પક્ષમાંથી પણ કોઈ ત્યાં જઈ શકે છે. પરંતુ અમે રાજકીય કાર્યક્રમોમાં જઈશું નહીં.
- 02:08 PM • 16 Jan 2001અર્જુન ખાટરિયા ભાજપમાં જોડાયાલોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાને પ્રદેશ કોંગ્રેસે વિપક્ષ નેતા પદેથી હટાવ્યા બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે. અર્જુન ખાટરિયા સહિત 40 આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
- 01:06 PM • 16 Jan 2001રાણીબાના જામીન મંજૂરમોરબીમાં પગારને લઈને યુવક નિલેશને માર મારવાના કેસ મામલે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ અને સાથીદારોને લઈ મહત્વની અપડેટ સામે આવી છે. યુવકને માર મારનારા આરોપી વિભૂતિ પટેલ અને રાજ પટેલના મોરબી કોર્ટે જામીન મંજૂર કર્યા છે.
- 11:55 AM • 16 Jan 2001મથુરા શાહી ઈદગાહનો નહીં થાય સર્વેKrishna Janmabhoomi Case: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂંક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગયા વર્ષે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બીજુમાં આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
- 11:05 AM • 16 Jan 2001ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારનો અકસ્માતGujarat Accident News: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાની કારને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ભેંસ સાથે ધારાસભ્યની કાર અથડાઈ હતી. જેમાં ધારાસભ્યની કારનો ભુક્કો બોલી ગયો હતો. તો આ અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક લીંબડીની હોસ્પિટલમાં ખસેડાયા છે. ધારાસભ્યની સાથે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડીયા પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓને પણ સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
- 09:40 AM • 16 Jan 2001મુંબઈમાં અકસ્માતમાં 3ના મોતમુંબઈમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
- 08:35 AM • 16 Jan 2024પોલીસ વાનમાં જ દારૂની મહેફિલવડોદરામાં પોલીસ વાનમાં જ દારૂની મહેફિલ, હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા સાથે અન્ય બે ઈસમો ઝડપાયા, જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો
ADVERTISEMENT
ADVERTISEMENT