लाइव
Gujarat News 15 January LIVE: હરિયાણામાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો રહેશે બંધ, રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ મોટો નિર્ણય
Gujarat News 15 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 02:35 PM • 15 Jan 2001હરિયાણામાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો રહેશે બંધહરિયાણામાં 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો બંધ રહેશે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇ સીએમ મનોહર લાલએ આ નિર્ણય લીધો છે.
- 12:55 PM • 15 Jan 2001ગૃહમંત્રી અમિત શાહના બહેનનું નિધનકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા. એવામાં ગૃહમંત્રી અમિતશાહ પણ આજે ગુજરાત પ્રવાસે છે. આ સમાચાર મળ્યા બાદ હવે તેમના તમામ કાર્યક્રમોને રદ્દ કરવામાં આવ્યા છે.
- 12:06 PM • 15 Jan 2001અંજારના કેમો સ્ટીલ કંપનીમાં થયેલ દુર્ઘટનામાં વધુ બેના મોત, મૃત્યુઆંક ત્રણ થયોકચ્છના અંજારથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાથી ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ મામલે હજુ સુધી પોલીસે કંપની વિરોધ ફરિયાદ નોંધી નથી.
- 11:01 AM • 15 Jan 2001કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠાના પ્રવાસેઅમિત શાહ દિયોદરના સણાદર બનાસ ડેરીમાં આવશે. પશુપાલકો અને ખેડુતોના કલ્યાણ અર્થે સહકારથી સમૃદ્ધની પરિકલ્પનાને સાકાર કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદ ડીસા ખાતે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. બનાસકાંઠાની અને પંચમહાલ સહકારી મંડળીઓનુ કો-ઓર્ડીનેશન થશે. બધીજ સહકારી સંસ્થાઓના કોઓર્ડીનેશનની શરૂઆત બનાસકાંઠાથી થશે.
- 08:53 AM • 15 Jan 2001ગાઢ ધુમ્મસના કારણે દેશના સૌથી હાઈટેક હાઈવે પર પાંચ વાહનો વચ્ચે અકસ્માત, બેના મોતદેશના સૌથી હાઈટેક હાઈવે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે એક સાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર થઇ. ગાઢ ધુમ્મસના કારણે, એક ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેને લઈને પાછળથી આવતા પાંચ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ ચાર લોકો સારવાર હેઠળ છે.
- 08:19 AM • 15 Jan 2001દહેગામમાં વધુ પડતા દારૂના સેવન અને અન્ય બીમારીના લીધે, બેના મોત ત્રણની હાલત ગંભીરદહેગામના લીહોડા ગામે દારૂ પીવાથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય બે લોકોની હાલત ગંભીર છે માટે તેને ગાંધીનગરના સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓને થતા રેન્જ આઈ.જી વિરેન્દ્ર યાદવ તેમજ જિલ્લા પોલીસ વડા રવિ તેજાવાસમ શેટ્ટી પણ લીહોડા ગામે દોડી ગયા છે. FSL નો રિપોર્ટ આવી ચુક્યો છે. FSLના રિપોર્ટમાં મિથેનોલની હાજરી નહિ હોવાનું રિપોર્ટમાં જણાવાયું
- 07:20 AM • 15 Jan 2024પ્રખ્યાત શાયર મુનવ્વર રાણાનું નિધનલાંબી માંદગી બાદ પ્રખ્યાત શાયર મુનવ્વર રાણા નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની SGPGI હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT