Gujarat News 15 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 01:04 PM • 15 Feb 2024દુષ્કર્મ કેસમાં કેડિલાના MD રાજીવ મોદીની પૂછપરછ પૂર્ણસોલા પોલીસ સ્ટેશનમાં કેડિલાના MD રાજીવ મોદીની દુષ્કર્મ કેસમાં 5 કલાક લાંબી પૂછપરછ ચાલી. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
- 10:45 AM • 15 Feb 2024જામનગરમાં જાનૈયા ભરેલી આઈસર પલટીજામનગરના ધારાગઢ પાસે ત્રણ પાટીયા લાલપુર રોડ પર જાનૈયા ભરેલી આઇસર પલટી જતા 12 જેટલા લોકોને ઈજા પહોંચી. ઇજાગ્રસ્તોને ભાણવડ અને જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
- 10:21 AM • 15 Feb 2024હારીજ-ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રનબહુચરાજીના અંબાલાથી વરાણા ખોડીયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને અજાણ્યા વાહન ટક્કર મારતા 3 લોકોના મોત. જ્યારે 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
- 10:19 AM • 15 Feb 2024રાજકોટ ટેસ્ટમાં ભારતની ખરાબ શરૂઆતભારતીય ટીમની 33 રનમાં 3 વિકેટ પડી છે. શુભમન ગિલ (0 રન) બાદ રજત પાટીદાર પણ 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. માર્ક વૂડને 2 અને ટોમ હાર્ટલીને 1 વિકેટ મળી હતી.
- 09:54 AM • 15 Feb 2024ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ત્રીજા રાઉન્ડની બેઠકખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે બેઠક યોજાશે. આ બેઠક ચંદીગઢમાં યોજાશે.
- 09:39 AM • 15 Feb 2024રાજકોટ ટેસ્ટમાં સરફરાજ ખાન-ધ્રુવ જુરેલનું ડેબ્યૂIndia Vs England Rajkot Test Match: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમમાં 4 ફેરફાર કર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT