Gujarat News 16 April LIVE Updates: પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યું, BJPની 12મી યાદી જાહેર

Gujarat News 16 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

16 April Live News

16 April Live News

follow google news

Gujarat News 16 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:57 AM • 16 Apr 2024
    ભાજપે લોકસભા ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી

    ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં શશાંક મણિ ત્રિપાઠીને ઉત્તર પ્રદેશના દેવરિયાથી અને ઠાકુર વિશ્વદીપ સિંહને ફિરોઝાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ફિરોઝાબાદમાં ભાજપે વર્તમાન સાંસદ ચંદ્રસેન સિંહ જાદૌનની જગ્યાએ ઠાકુર વિશ્વદીપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

  • 11:32 AM • 16 Apr 2024
    પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યું

    ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં લોકસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા રૂપાલાએ શક્તિ પ્રદર્શન સાથે જનસભાને સંબોધી હતી. દરમિયાન તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ પણ વિશે વાત કરી હતી. ફોર્મ ભરતા સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ભાનુબેન બાબરીયા સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • 10:46 AM • 16 Apr 2024
    પાલીતાણામાં દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત

    પાલીતાણામાં ફફડાટ ફેલાવતો દીપડો ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ. પાલિતાણાનાં આતપુરમાં વહેલી સવારે દીપડાએ મહિલા પર હુમલો કર્યો. હુમલામાં ઈજાગ્રસ્ત કાંતુબેન મકવાણા નામની મહિલાને સારવાર અર્થે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. છેલ્લા એક અઠવાડિયાથી પાલીતાણા ગ્રામ્યમાં દીપડાના પરિભ્રમણ શરૂ રહેવાથી રહીશોમાં ઉચાટ રહ્યો છે. ઘટના અંગે વન વિભાગને જાણ કરતા દીપડાને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

  • 09:42 AM • 16 Apr 2024
    શેર માર્કેટ આજે ફરી ઘટાડા સાથે ખૂલ્યું

    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવની અસર ભારતીય શેર માર્કેટ પર પડી રહી છે. સવારે માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડકો પડ્યો હતો. નિફ્ટમાં પણ 150 પોઈન્ટ જેટલો ઘટાડો થયો હતો. 

  • 09:40 AM • 16 Apr 2024
    સલમાનના ઘરે ફાયરિંગ કરનાર બે આરોપી કચ્છથી પકડાયા

    બોલિવૂડના એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ મામલામાં કચ્છ પોલીસને સફળતા મળી છે. પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. માતાના મઢ નજીકથી બંને આરોપીઓ પકાડાયા હતા. આરોપીઓની ઓળખ 24 વર્ષના વિકી ગુપ્તા અને 21 વર્ષના સાગર પાલ તરીકે સામે આવી છે.

  • 09:38 AM • 16 Apr 2024
    પરષોત્તમ રૂપાલા આજે રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભરશે

    લોકસભાની ચૂંટણીને લઈને આજે ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ ફોર્મ ભરશે. રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા પણ ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે ફોર્મ ભરશે. તો દેવુસિંહ ખેડાથી અને વડોદારાથી હેમાંગ જોશી ઉમેદવારી ફોર્મ ભરશે.
     

follow whatsapp