Gujarat News 15 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:46 AM • 15 Apr 2024ભરૂચમાં યુવક-યુવતીનો રેલવે ટ્રેક પર આપઘાત
- ભરૂચ: બોરભાઠા બેટ પાસે રેલવે ટ્રેક પાસેથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર
- યુવક-યુવતીએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું.
- બંને અંકલેશ્વરનાં રહેવાસી છે.
- યુવક પરણિત હોય તેની પત્ની બાળક સાથે ઈદ મનાવવા તેના પિયર ગઈ હતી.
- 09:45 AM • 15 Apr 2024પંચમહાલથી ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આજે ફોર્મ ભરશે
પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ આજે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલાં તેમના નિવાસ સ્થાને સાધુ-સંતોએ આશીર્વાદ આપ્યા હતા. પોતાના નિવાસસ્થાને પણ રાજપાલસિંહે પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી. ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોધરા ખાતે તેઓ જંગી સભા સંબોધશે. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ, મંત્રી કુબેર ડીંડોર સહિત પંચમહાલ મહીસાગરના ધારાસભ્યો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે.
- 09:43 AM • 15 Apr 2024મનસુખ વસાવા આજે લોકસભાની ચૂંટણીનું ફોર્મ ભરશે
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત ભરૂચ લોકસભાની ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે વહેલી સવારે ઉઠીને પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજા પાઠ કરી હતી. તેઓ આદ્ય શક્તિ માં હરસિધ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજા પાઠ કરી. તેમણે સરકારના થયેલા કામો અને પ્રધાનમંત્રી મોદીના સુસાશન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT