Gujarat News 14 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 12:34 PM • 14 Mar 2024બોટાદમાં પાણી ન મળતા 10 ગામના ખેડૂતોની ચૂંટણી બહિષ્કારની ચીમકી
બોટાદ: ગઢડા મામલતદાર કચેરી ખાતે 10 ગામના ખેડૂતોએ પાણી માટે આવેદનપત્ર સોંપ્યું. ગઢડાના બોટાદ રોડ ઉપરથી ખેડૂતોએ રેલી કાઢીને સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની માંગ છે કે, સૌની યોજના અંતર્ગત લિબાળી, ઇતરિયા અને ઘેલા ડેમમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે. જો પાણી નહિ મળે તો ખેડૂતોના ઘઉં, જીરું, કપાસ સહિતના પાકને નુકસાન થવાની આશંકા છે. જો 10 દિવસમાં પાણી નહીં આપવામાં આવે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી આપી છે.
- 12:29 PM • 14 Mar 2024પૂર્વ MLA અરવિંદ લાડાણી સહિત 300 કાર્યકર્તા BJPમાં જોડાયા
જૂનાગઢમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. આ સાથે જ AAPના 200 જેટલા કાર્યકર્તાઓ પણ BJPમાં જોડાયા છે. આજે વંથલી APMC ખાતે ભરતીનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં પૂર્વ ધારાસભ્યએ કેસરિયા કર્યા હતા.
- 11:39 AM • 14 Mar 2024જામનગરમાં એડવોકેટની હત્યા પર વકીલોએ વિરોધ દર્શાવ્યો
- જામનગરમાં જાણીતા એડવોકેટ હારૂન પલેજાની હત્યાનો મામલો
- આજે લાલબંગલા કોટ સંકુલ ખાતે વકીલોએ વિરોધ દર્શાવ્યો
- આજે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા
- લાલબંગલા કોર્ટ સંકુલ ખાતે મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો
- વકીલની હત્યાને લઈને જામનગર વકીલ મંડળમાં ભારે આક્રોશ
- આરોપીઓને ઝડપી પાડી, કડક સજા આપવા વકીલોની માંગ
- 09:47 AM • 14 Mar 2024પાવાગઢ ખાતે 6 દિવસ રોપ-વે સેવા બંધ રહેશે
યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શને આવતા ભક્તો માટે મોટા સમાચાર. મેઇન્ટેનન્સ માટે 18 માર્ચથી 23 માર્ચ સુધી કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ચૈત્રી નવરાત્રીને લઈ ભકતો ઘસારો હોવાથી દર વર્ષે નવરાત્રી પહેલા રોપ વેનું એન્યુઅલ મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. પાવાગઢ ખાતે માંચીથી ડુંગર ઉપર જવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો રોપ વે સેવાનો લાભ લેતા હોય છે. 6 દિવસ રોપ વે બંધ રહેતા આ સમય દરમ્યાન મંદિર સુધી પગથિયાં ચઢી દર્શન કરવા જવું પડશે. આગામી 24 માર્ચથી રોપ વે સુવિધા પુનઃ શરુ થશે.
- 09:47 AM • 14 Mar 2024વડોદરાના એકતાનગરમાં જૂથ અથડામણ
વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT