Gujarat News LIVE Updates: અમદાવાદના દાણીલીમડામાં ભીષણ આગ, અમરેલીમાં બોરવેલમાં પડી બાળકી

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live blog

લાઈવ બ્લોગ

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:25 PM • 14 Jun 2024
    સુરેન્દ્રનગરમાં મેઘરાજાનું આગમન

    સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન-વાવાઝોડા સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ, જોરાવરનગર, શહેરી વિસ્તાર સહિત થાનગઢ તાલુકા અને જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાં પલટા સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

  • 05:26 PM • 14 Jun 2024
    ગુજરાત કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપો

    NEET-UG 2024 Scam: NEET પરીક્ષાને લઈને ચાલી રહેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનારા 1563 ઉમેદવારોની ફરીથી પરીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. આ પરીક્ષા 23મી જૂને લેવામાં આવશે. તેના પરિણામો 30 જૂન સુધીમાં આવશે, જોકે સુપ્રીમ કોર્ટે NEETના કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ પહેલા NEETના પેપર લીક થવાનું કારણ આપીને NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ સુપ્રીમ કોર્ટે NEETના પરિણામ પર પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે NEET પરીક્ષામાં કથિત કૌભાંડ મામલે ગુજરાત કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. 

  • 03:08 PM • 14 Jun 2024
    બોરવેલમાં પડી બાળકી

    અમરેલીના સુરાગપુર ગામમાં બાળકી બોરવેલમાં પડી ગઈ છે. સુરાગપુર ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરની દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ છે. 108ની ટીમ પહોંચી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 108 દ્વારા બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કાર્યવાહી શરૂ કરી છે. અમરેલીની ફાયર ટીમ પહોચી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દોઢ વર્ષની બાળકી બોરવેલમાં 45થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આરોહિને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે

  • 03:04 PM • 14 Jun 2024
    RSS નેતાનું મોટું નિવેદન

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને 'અહંકારી' અને વિપક્ષ ઈન્ડિયા બ્લોકને 'રામ વિરોધી' ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે કહ્યું, રામ દરેક સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકારનો વિકાસ થતો ગયો. એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી. પરંતુ તેને જે સંપૂર્ણ અધિકાર મળવો જોઈએ, જે શક્તિ મળવી જોઈતી હતી તે ભગવાને તેના અહંકારને કારણે અટકાવી દીધી.

  • 03:04 PM • 14 Jun 2024
    વરસાદની આગાહી

    સામાન્ય કરતા આ વખતે નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ વહેલો પ્રવેશ કર્યો છે. ગુજરાતીઓને લાગતું હતું કે ચોમાસું બેસતાની સાથે જ બફારો પણ ઓછો થશે. કમનસીબે મંગળવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા અને બુધવારે ફક્ત 24 કલાકમાં ચોમાસું નબળું પડી ગયું છે. અલબત્ત આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 

  • 11:02 AM • 14 Jun 2024
    અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગ

    Ahmedabad Fire: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. તો આ અંગેની જાણ થતાં જ ફાયરની 11 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં અત્યારસુધીમાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.  આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કઈ જાણી શકાયું નથી. 

  • 10:48 AM • 14 Jun 2024
    અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરે નવાજૂની કરવાની તૈયારીમાં

    Maharashtra Politics : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્ર હવે ચૂંટણી મોડમાં આવી ગયું છે. અહીં ત્રણ-ચાર મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. રાજ્યમાં એનડીએની કારમી હારને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હારનું કારણ 400 સ્લોગનને જવાબદાર ગણાવ્યું હતું, ત્યારે RSSના મુખપત્ર ઓર્ગેનાઇઝરે અજિત પવારની NCP સાથેના ગઠબંધનને હાર માટે જવાબદાર ઠેરવ્યું હતું. જો કે એવું નથી કે માત્ર એનડીએમાં જ તિરાડ જોવા મળી રહી છે. ભારતના ગઠબંધનના સહયોગી દેશોમાં પણ આવો જ વિવાદ જોવા મળી રહ્યો છે. એક તરફ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને યુબીટી કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉદ્ધવે એકલા હાથે લડવાનું મન બનાવી લીધું છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકોની સંખ્યા 288 છે અને બહુમત માટે 145 બેઠકો જરૂરી છે.

  • 09:56 AM • 14 Jun 2024
    સુરતમાં ધોધમાર વરસાદ

    નેઋત્યનું ચોમાસું તેના નિયત સમય કરતા 4 દિવસ વહેલું ગુજરાતમાં આવી પહોંચ્યું છે. ચોમાસું સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચે છે. ચોમાસાના આગમન થવાના પગલે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા વરસી રહ્યા છે. આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

  • 09:55 AM • 14 Jun 2024
    કુવૈતમાં મૃત્યુ પામ્યા 45 ભારતીયો

    કુવૈતમાં લાગેલી ભીષણ આગમાં 45 જેટલા ભારતીયો મૃત્યુ પામ્યા હતા. ત્યારે આજે સવારે ભારતીય વાયુસેનાનું વિમાન 45 ભારતીયોના મૃતદેહને લઈને કોચી પહોંચ્યું હતું. 
     

follow whatsapp