14 December Live News: સંસદમાં સુરક્ષા ચૂકનો મામલો : લોકસભામાં ભારે હોબાળો, 14 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

14 December Live News Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

gujarattak
follow google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 03:53 PM • 14 Dec 2001
    14 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ
    લોકસભામાં વિપક્ષના સભ્યોએ ગુરુવારે સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે સરકાર પાસેથી જવાબ માંગીને ભારે હોબાળો મચાવ્યો, જેના કારણે 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી 9 કોંગ્રેસ, 2 CPM, 1 CPI અને 2 DMK સાંસદ છે.
  • 12:59 PM • 14 Dec 2001
    જૂનાગઢમાં બનશે વાઇલ્ડ AIIMS
    જુનાગઢથી 20 km દૂર નવા પીપળવા ગામ ખાતે AIIMS બનશે. નેશનલ વાઇલ્ડ લાઇફ ડીસિઝ ડાયગ્નોસિસ એન્ડ રિસર્ચ સેન્ટર NWDDRC એક રેફરલ હોસ્પિટલ બનશે. જેમાં વન્યજીવોના રોગોનું નિદાન, રિસર્ચ તેમજ તબીબી સારવાર કરવામાં આવશે. આ વાઇલ્ડ AIIMS 21 હેકટરમાં બનશે.
  • 12:59 PM • 14 Dec 2001
    રાજકોટ નજીક ખોડલધામ ટ્રસ્ટ બનાવશે કેન્સર હોસ્પિટલ
    રાજકોટ નજીક અમરેલી ગામ પાસે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન થશે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ જણાવ્યું હતું કે, 36 મહિનામાં પૂર્ણ આ કામ થઇ જશે. જોકે નકલી ટોલ નાકા મુદ્દે ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના દીકરાનું નામ બહાર આવ્યું છે આ પ્રશ્ને નરેશ પટેલે મૌન સેવ્યું હતું. મોરબી બ્રિજ જયસુખ પટેલ મામલે કહ્યું, જયારે કોઈને જરૂર પડે સારા અને નિર્દોષ લોકો હોય તો તે છૂટી જાય તેવી માં ખોડલને પ્રાર્થના. ડુંગરીના નિકાસ મામલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તેના પર નરેશ પટેલે જણાવ્યું કે, પરિસ્થિતિ વિકટ કહેવાય સરકારે જલ્દીથી આનું નિરાકરણ લાવવું જોઈએ.
  • 11:32 AM • 14 Dec 2001
    એથર કંપનીમાં આગ મામલે વધુ એક કર્મચારીનું મોત
    સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આથર કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દસમા કર્મચારીનું મોત નીપજ્યું હતું. આ પહેલા 9 કર્મચારીઓના મોત થયા હતા. આ ઘટના 29 નવેમ્બર 2023ના રોજ બની હતી. સુરત પોલીસ હજુ સુધી આ કેસમાં હજુ કોઈની સામે કેસ નોંધ્યો નથી.
  • 09:22 AM • 14 Dec 2001
    વડોદરામાં સુરતથી અમદાવાદ તરફ જતાં ટેમ્પોનો અકસ્માત, એકનું મોત
    વડોદરામાં કપુરાઈ ચોકડી નજીક સુરતથી અમદાવાદ તરફ જતાં ટેમ્પોનો અકસ્માત સર્જાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે ક્લીનર ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. વાડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
  • 09:05 AM • 14 Dec 2001
    ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થઈ શકે
    ગુજરાતના આદિવાસી નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થાય એવી સંભાવનાઓ છે. ચૈતર વસાવા પર પોલીસ કેસ થયા બાદ એક મહિનાથી ફરાર હતા. ચૈતર વસાવા પર વન વિભાગ ના કર્મચારીઓ ને માર મારવાનો કેસ નોંધાયો હતો. ચૈતર વસાવાના આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી.
  • 08:30 AM • 14 Dec 2001
    ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોને 5 વર્ષની સળંગ નોકરી બાદ બઢતી અપાશે
    ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકોની પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણી બઢતી સાથે ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે સળંગ ગણવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રથી રાજ્યની વિવિધ ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા આશરે 1200 જેટલા અધ્યાપકોને આનો લાભ મળશે. આ સળંગ નોકરીના પરિપત્ર પ્રમાણે 31- 3 -2019 સુધીના લાભો નોશનલ ગણવામાં આવશે અને 1- 4 -2019 એરિયર્સ સહિતના લાભ આપવામાં આવશે. અધ્યાપકોના કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણ એટલે કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) લાગુ પડતું હોય છે. અધ્યાપક સહાયકોને CAS નો લાભ આપવા બાબતે નાણા વિભાગ સાથે પરામર્સ કરી શિક્ષણ વિભાગ માર્ગદર્શિકા બહાર પાડશે.
  • 07:25 AM • 14 Dec 2001
    મહેસાણા બાંધકામ વિભાગની કચેરીને સીલ મરાયું
    મહેસાણા જિલ્લા પંચાયતના બિલ્ડિંગમાં આવેલ બાંધકામ વિભાગની કચેરીને ખેડૂતોએ સીલ માર્યું છે. વિજાપુરના ખેડૂતોની જમીન સંપાદન મામલે કોર્ટના આદેશ બાદ પણ વળતર ન ચુકવાતા મહેસાણા જિલ્લા પંચાયતની બાંધકામ શાખાની કચેરી સીલ કરવામાં આવી હતી. વર્ષ 2008માં એપ્રોચ રોડ માટે વિજાપુર પંથકના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. ખેડૂતોને વળતર ન મળતા મામલો કોર્ટમાં ગયો હતો અને કોર્ટના આદેશ પ્રમાણે બાંધકામ શાખાને સીલ મારવામાં આવ્યું હતું. કલાકોની સમજાવટ છતાં ખેડૂતો ન માનતા આખરે સીલ મારવાનો નિર્ણય લેવાયો હતો.
  • 07:18 AM • 14 Dec 2001
    સંસદ હુમલા મામલે 5 આરોપીઓની ધરપકડ
    સંસદની હુમલાની ઘટનામાં પોલીસે મનોરંજન, સાગર, નીલમ, અમોલ અને વિક્કી નામના આરોપીઓની અટકાયત કરી છે. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરવાનો નિર્ણય લીધો છે.
  • 01:53 AM • 14 Dec 2023
    અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં વિસ્ફોટ
    અલાહાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની હોસ્ટેલના રૂમ નંબર 68માં બોમ્બ વિસ્ફોટ થયો હતો. કથિત રીતે રૂમમાં બોમ્બ બનાવતી વખતે તેમાં બ્લાસ્ટ થયો હતો. આ રૂમમાં એક વિદ્યાર્થી ગેરકાયદેસર રીતે રહેતો હતો. બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં વિદ્યાર્થીના ઘાયલ થયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
follow whatsapp