Gujarat News 13 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 12:15 PM • 13 May 2024ધો.12નું આવ્યું રેકોર્ડ બ્રેકિંગ પરિણામ
CBSE Results 2024: આ વર્ષે 24,000 થી વધુ વિદ્યાર્થીઓએ 95 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે 1.16 લાખ વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ મેળવ્યા છે.
- 12:12 PM • 13 May 2024વડોદરા: BJPના ઉમેરવાદના પૂર્વ PA સામે દુષ્કર્મની ફરિયાદ
વાઘોડિયાના વિધાનસભાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ PA સામે બળાત્કારનો આરોપ. ઘરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘુસીને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ. આરોપી યુવક બેંકની લોન માફ કરવાના બહાને એકલી રહેતી મહિલાના ઘરમાં ઘુસ્યો હતો. જો કે ચાર મહિના પહેલા પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
- 12:08 PM • 13 May 2024CBSE બોર્ડ ધો.12નું 87.98% પરિણામ આવ્યું
CBSE ધો.12 નું પરિણામ જાહેર થઈ ગયું છે. CBSE પરિણામો સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in, results.cbse.nic.in અને cbse.gov.in પર ચકાસી શકાય છે.
- 12:07 PM • 13 May 2024ગોધરામાં એક પથ્થરના કારણે પરિવારનો જીવ બચ્યો
ગોધરાના પરવડી ચોકડી પાસે અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. પરવડી ચોકડી થી યમદૂત બની ધસી આવેલ ટેન્કરથી એક પથ્થરે પરિવારનો આબાદ બચાવ કર્યો હતો. ગત રાત્રીના ડિવાઈડર કૂદી ટેન્કર રોંગ સાઈડ પર એક મકાન પાસે ખાબકયું હતું. ઘટના સમયે નજીકના જ મકાનમાં એક પરિવાર ભોજન કરી રહ્યો હતો. જો ટેન્કર મકાનમાં ઘુસી ગયું હોત તો 6થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા હોત. દેવદૂત સમાં પથ્થરને કારણે પરિવારનો બચ્યો જીવ.
- 09:54 AM • 13 May 2024PM મોદીએ લોકોને કરી મતદાન કરવાની અપીલ
ચૂંટણીના ચોથા તબક્કામાં PM મોદીએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી. PM મોદીએ ટ્વીટ કરીને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે કહ્યું હતું.
- 09:50 AM • 13 May 2024ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં ચાર્જિંગ કરતા બ્લાસ્ટ
બનાસકાંઠા: ડીસામાં ઇલેક્ટ્રીક બાઈકની બેટરી ફાટી હતી. બેટરી ચાર્જમાં મૂકેલી હતી ત્યારે અચાનક જ બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જોય કંપનીની ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં બલાસ્ટની ઘટના બની હતી. કોઇ નજીકના હોવાના કારણે મોટી જાન હાનિ ટળી હતી.
- 09:49 AM • 13 May 2024મહેસાણા ભાજપના મહિલા હોદ્દેદાર પાસે બિભત્સ માગણી કરનાર બે ઝડપાયા
મહેસાણા: ભાજપના મહિલા મોરચાના હોદ્દેદાર પાસે બિભત્સ માગણી કરનાર ભાજપના જ બે હોદ્દેદારો ઝડપાયા. ખેરાલુ મહિલા મોરચાના જયશ્રીબેન દરજીના કહેવાથી શૈલેષ મોદીએ ફોન કર્યો હતો. હોદ્દાની માથાકૂટની અદાવતમાં ફોન કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ તપાસમાં વારંવાર દરમિયાનગીરી કરતા ભાજપના હોદ્દેદાર શંકાના દાયરામાં આવ્યા હતા.
- 09:48 AM • 13 May 2024લોકસભાની ચૂંટણીમાં ચોથા તબક્કાની 96 બેઠકો પર મતદાન
લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચોથા તબક્કામાં 8.73 કરોડ મહિલાઓ સહિત 17.70 કરોડ મતદારો પોતાનો કિંમત વોટ આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT