Gujarat News 13 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 09:56 AM • 13 Mar 2024ચોરવાડમાં અનંત-રાધિકાના લગ્નનું પ્રી-વેડિંગ સેલેબ્રેશન
ચોરવાડમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સમગ્ર ચોરવાડ શહેર માટે સામગટે ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ કીર્તીદાન ગઢવી અલ્પા પટેલનો લોક ડાયરો યોજાયો હતો. આ દરમિયાન અનંત અંબાણીએ કહ્યું કે, મારા દાદા જેવા 10 ધીરૂભાઈ ચોરવાડમાંથી આગળ આવે તેવું હું ઈચ્છું છું.
- 09:48 AM • 13 Mar 2024લોકસભા માટે આજે જાહેર થઈ શકે ભાજપની બીજી યાદી
લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની આજે બીજી યાદી જાહેર થઈ શકે છે. આ બીજી યાદીમાં 150 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
- 09:47 AM • 13 Mar 2024અમદાવાદમાં આજથી વધુ 3 ડબલ ડેકર બસો દોડશે
અમદાવાદ શહેરમાં આજથી વધુ 3 ડબલ ડેકર બસો દોડાવવામાં આવશે. જેમાં લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘીના રૂટમાં એસીવાળી ડબલડેકર બસ દોડાવવામાં આવશે.
ADVERTISEMENT