Gujarat News 13 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 05:42 PM • 13 Apr 2024કચ્છમાં ખાબક્યો કમોસમી વરસાદ
કચ્છના ભુજ, અંજાર, ભચાઉ, મુંદ્રા સહિતના તાલુકામાં શનિવારે કમોસમી વરસાદ પડ્યો. ભુજના ગ્રામ્ય વિસ્તાર ખેંગારપર, મોખાણા, નાડાપા વિસ્તારમાં પવનની સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદના પગલે આંબા પરની કેરીને મોટું નુકસાન થયું છે.
- 05:40 PM • 13 Apr 2024દેવગઢબારીયામાં કોંગ્રેસની જંગી સજા યોજાઈ
દાહોદ: દેવગઢબારીયા ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસીંહ ગોહિલની આગેવાનીમા સભા યોજાઈ હતી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડના સમર્થનમાં સભા યોજી હતી. દેવગઢબારીયાની સભામા શક્તિસિંહ ગોહિલ સાથે AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહીતના નેતા જોડાયા હતા.
- 05:37 PM • 13 Apr 2024જામનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
- જામનગર ACB એ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો
- એક જૂના દારૂના કેસમાં રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી
- રામેશ્વર નગર વિસ્તારમાં રોકડા 15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો
- પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો બાદલ ચોટલીયા ઝડપાયો
- 09:57 AM • 13 Apr 2024પાવાગઢમાં ભર ઉનાળે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો
યાત્રાધામ પાવાગઢમાં ભર ઉનાળે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાવાગઢમાં અચાનક વાતાવરણ બદલાયું હતું. શનિવારે વહેલી સવારે ડુંગર ઉપર શિયાળાની ઋતુ જેવું ધૂમ્મસ છવાયું હતું. જેના પગલે કાળઝાળ ગરમીની ઋતુ વચ્ચે જાણે ઠંડકનો અહેસાસ કરાવતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રિના પાંચમા નોરતે વહેલી સવારે દર્શનાર્થે આવેલા માઇ ભક્તોએ ખુશનુમા વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- 09:52 AM • 13 Apr 2024મહારાષ્ટ્રમાં આજે રાહુલ ગાંધીની રેલી
રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રના ભંડારા-ગોંદિયામાં ચૂંટણી પ્રચાર કરશે અને INDIA અલાયન્સના ઉમેદવારો માટે વોટ માંગશે. મહારાષ્ટ્રમાં આ વખતે શિવસેના અને NCPમાં તિરાડ બાદ ખેલ સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે.
- 09:51 AM • 13 Apr 2024PM મોદીની આજે તમિલનાડુમાં રેલી
PM નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના પેરમ્બલુરમાં સાર્વજનિક બેઠકને સંબોધિત કરશે. પીએમ મોદી અત્યાર સુધીમાં ઘણીવાર તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે.
- 09:50 AM • 13 Apr 2024RJDએ ઘોષણા પત્ર જાહેર કર્યું
લોકસભા ચૂંટણી માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પોતાનું ઘોષણા પત્ર જાહેર કર્યું છે. તેમાં બિહારમાં 5 નવા એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
- 09:42 AM • 13 Apr 2024આજે દ.ગુજરાત અને ગીર સોમનાથ-કચ્છમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત,ભરૂચ, તથા ગીરસોમનાથ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT