Gujarat News 12 May LIVE Updates: સુરત પોલીસને શહેરમાં બ્લાસ્ટની ધમકીનો કોલ મળ્યો

Gujarat News 12 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

12 May Live News

12 May Live News

follow google news

Gujarat News 12 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:19 AM • 12 May 2024
    બનાસકાંઠામાં મધર્સ-ડેના દિવસે જ બિનવારસી બાળક મળ્યું

    બનાસકાંઠામાં મધર્સ-ડેના દિવસે જ બિનવારસી બાળક મળી આવ્યું છે. પાલનપુર-ડીસા હાઈવે પરથી બિનવારસી બાળક મળ્યું હતું. જે બાદ 108ને જાણ કરવામાં આવી હતી. વિગતો મુજબ, બાળક 3થી 4 દિવસનું હોવાનું અનુમાન છે. હાલમાં નવજાતને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

  • 11:15 AM • 12 May 2024
    સુરત પોલીસને શહેરમાં બ્લાસ્ટની ધમકીનો કોલ મળ્યો

    ગઈકાલે સાંજના સમયે સુરત શહેર કંટ્રોલરૂમમાં એક વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી હતી કે, સુરત શહેરમાં બ્લાસ્ટ કરવાનો છે. જે અનુસંધાને ઉધના પોલીસ પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત શહેર એસ.ઓ.જી તથા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ વ્યક્તિને શોધવા માટે આખી રાત કોમ્બિંગ કરવામાં આવેલ અને સવારના સમયમાં તેને શોધી કાઢી ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી એરેસ્ટ કરવાની તજવીજ હાલ ચાલુ છે. આ બનાવમાં પ્રાથમિક હકીકત એ મુજબ અશોકસિંહ નામની આ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે જ અને ગેરમાર્ગે દોરવા માટે આ પ્રકારનો ફેક કોલ કર્યો હતો. પોલીસ દ્વારા આ વ્યક્તિની ઓળખ તથા મોબાઈલ નંબર વગેરે કન્ફર્મ કરવામાં આવ્યા છે અને આ કોલ સંપૂર્ણપણે ફેક કોલ હોવાનું પ્રસ્થાપિત થયું છે.

  • 08:29 AM • 12 May 2024
    મહીસાગરના પરથમપુરમાં 71.33 ટકા મતદાન

    મહીસાગરના પરથમપુરમાં ફરીથી મતદાનની પ્રક્રિયા યોજાઈ હતી જે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પરથમપુરમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 71.33 ટકા વોટિંગ થયું હતી. મતદાન બાદ EVM અને VVPATને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાયાં હતા. અગાઉ ભાજપ નેતાના પુત્રએ મતદાન બૂથમાં વીડિયો લાઈવ કરતા ફરી ચૂંટણી યોજાઈ હતી.

  • 08:26 AM • 12 May 2024
    ભરૂચના દહેજમાં પાણીની ટાંકી ફાટતા બેનાં મોત

    ભરૂચના દહેજમાં ઇપેક કંપનીની પાણીની ટાંકી ફાટતા બે કામદારોના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. કર્મચારીઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી. ટાંકી ફાટતા નીચે કામ કરતા મજૂરો ઘવાયા હતા. 

  • 08:24 AM • 12 May 2024
    સુરેન્દ્રનગરમાં બાળકોને ફૂડ પોઈઝનિંગ

    સુરેન્દ્રનગરમાં રોજાસર ગામમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 30થી વધુ બાળકોની તબિયત લથડી હતી. જે બાદ તેમને લીંબડીના રાણાગઢ પ્રાથમિક કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બાળકો સ્વસ્થ છે.
     

follow whatsapp