Gujarat News 11 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:02 PM • 11 Mar 2024જૂનાગઢમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
- 6:23 એ જૂનાગઢમાં 3.5 નો ભૂકંપનો આંચકો અનુભવાયો
- જુનાગઢના માળીયાથી 27 કી.મી દૂર આંચકો અનુભવાયો
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ રિચર સ્કેલ પર કરી માપણી
- અચાનક આવેલા ભૂકંપથી લોકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો
- 11:24 AM • 11 Mar 2024પાલનપુરમાં કોંગ્રેસના પૂર્વ MLA ભાજપમાં જોડાશે
- બનાસકાંઠા: પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપશે.
- મહેશ પટેલ આજે ગાંધીનગર ખાતે કમલમથી ભાજપમાં જોડાઈ જશે.
- મહેશ પટેલ પાલનપુરમાં બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
- 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેશ પટેલની હાર થઈ હતી .
- 10:48 AM • 11 Mar 2024સાબર ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડવાળા ઉમેદવારની હાર
સાબર ડેરી નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. એક બેઠક માટે થયેલી ચૂંટણીમાં આજે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપના મેન્ડેડ ઉમેદવારની હાર થઈ છે. પૂર્વ ધારાસભ્ય તેમજ સાબર ડેરી ડાયરેક્ટરની જશુભાઈ પટેલની 575 મત મેળવીને જીત થઈ છે. ભાજપ પ્રેરિત ઉમેદવારને 326 મત મળતા હાર થઈ હતી. ત્યારે ભાજપના મેન્ડેડ ઉમેદવારને હરાવવા ભાજપના આગેવાનોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવાની ચર્ચા થઈ રહી છે.
- 10:23 AM • 11 Mar 2024ભુજની ખારી નદીમાં સેલ્ફી લેતા બે યુવકો ડૂબ્યા
કચ્છ: ભુજની ખારી નદીમાં સાંજે સાત વાગ્યાના અરસામાં બે યુવકો ડૂબી ગયા હતા. સેલ્ફી લેતી વખતે બે યુવાનોએ જીવ ગુમાવ્યા. માનકુવા પોલીસ અને ફાયર બ્રિગેડની 2 કલાકની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંને યુવકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે.
- 10:21 AM • 11 Mar 2024ભાવનગરમાંથી SOGએ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
- ભાવનગરના ભાલ વિસ્તારમાંથી SOG પોલીસે 91 ગ્રામ એમ.ડી ડ્રગ્સ પકડી પાડ્યું
- એક ડ્રગ્સ એડિક્ટ સહિત એક કારમાંથી આવતા 4 આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી
- એસ.ઓ.જી પોલીસે બાતમીનાં આધારે તપાસ કરતા ભાલ વિસ્તારમાં પુલ પાસેથી 91 ગ્રામ ડ્રગ્સ પકડાયુ
- એસ.ઓ.જી ની ટીમે 91 ગ્રામ ડ્રગ્સ સાથે ચારની 9 લાખ સહિત ના મુદામાલ સાથે ધરપકડ કરી.
- 09:49 AM • 11 Mar 2024રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બાદ AAP તૂટ્યું
આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય આગેવાનો અને કાર્યકરો હવે ભાજપમાં જોડાશે. આજે કમલમ ખાતે AAPના પ્રદેશ મંત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ અને વાગરા વિધાનસભાના ઉમેદવાર જયરાજસિંહ રાજ, AAPના પૂર્વ પ્રમુખ, લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ સાદિક ભાઈ લવલી, પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી અને પૂર્વ જિલ્લા પ્રમુખ ઊર્મિબેન વાનાણી, જિલ્લા મહામંત્રી ભદ્રેશ પટેલ, ભરૂચ બેઠકના 2022 વિધાનસભાના ઉમેદવાર મનહર પરમાર સહિત 50 થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
- 09:47 AM • 11 Mar 2024રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી મોરેશિયસની મુલાકાતે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરેશિયસની રાજકીય મુલાકાતે રવાના થયા છે. 12 માર્ચે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
- 09:46 AM • 11 Mar 2024દિલ્હીમાં આજે કોંગ્રેસની બીજી CEC બેઠક
લોકસભા ચૂંટણીના ઉમેદવારો અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની આજે બીજી CEC બેઠક યોજાશે. આ બેઠક બાદ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી શકે છે.
- 09:45 AM • 11 Mar 2024આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
રાજ્યમાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં ધો.10ના 9 લાખ 17 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ADVERTISEMENT
ADVERTISEMENT