Gujarat News LIVE Updates: દૂધ બાદ અમૂલનું દહીંમાં પણ મોંઘું,પેટા ચૂંટણી જીતેલા BJPના 5 MLAએ લીધા શપથ

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

11 June Live News

11 June Live News

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:02 PM • 11 Jun 2024
    ડ્રગ્સને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

    ડ્રગ્સને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, યુવાનો સુધી ડ્રગ્સ ના પહોંચે તે માટે રાજ્યની પોલીસ રાત દિવસ કામ કરી રહી છે. ડ્રગ્સ નાબૂદ ના થાય ત્યાં સુધી પોલીસની ઝુંબેશ ચાલુ રહશે. ગુજરાત પોલીસ અને ATS ને વિશેષ અભિનંદન પાઠવું છું. શહેર અને જિલ્લામાં આ દુષણ અટકાવીએ નહી ત્યાં સુધી લડાઈ ચાલુ રહશે.

  • 11:43 AM • 11 Jun 2024
    વ્યાજ ખોરોએ 5 લાખ માટે યુવકને નર્મદા નદીમાં ફેંક્યો
    • ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનને વ્યાજખોરોએ નદીમાં ફેંક્યો હોવાના આક્ષેપ
    • રૂ.5 લાખની વસૂલી માટે યુવાનને રાત્રીના સમયે નદીમાં ફેંકાયો
    • 2 કલાક સુધી યુવાન નદીમાં પાઇપ પકડી પડી રહ્યો
    • સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે યુવાનને બચાવી લીધો
    • પોલીસ દ્વારા યુવાનની ઉલટ તપાસ શરૂ કરાઈ
  • 11:41 AM • 11 Jun 2024
    પેટા ચૂંટણી જીતેલા ભાજપના ધારાસભ્યોએ લીધા શપથ

    ગુજરાત વિધાનસભાની પેટા પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના પાંચ ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હતા. આ પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસ અને AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા, તે પેટા ચૂંટણીમાં પણ તેમની જીત થઈ છે. જેને લઇને આજે વિધાનસભા ખાતે ગુજરાત વિધાનસભાના શંકર ચૌધરીએ સી.જે ચાવડા, અર્જુન મોઢવાડિયા, ચિરાગ પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અરવિંદ લાડાણીને શપથ લેવડાવ્યા હતા.

  • 09:54 AM • 11 Jun 2024
    અમૂલ દૂધ બાદ દહીંમાં ભાવ વધારો

    દૂધ બાદ હવે અમૂલે દહીંના ભાવમાં વધારો કર્યો છે. અમૂલના મસ્તી દહીં 200 ગ્રામની જૂની કિંમત 18 હતી જે વધીને હવે નવી કિંમત 19 થઈ છે. આમ દહીંમાં રૂ.1નો વધારો કરાયો છે.

    * અમૂલ મસ્તી દહીં 400 ગ્રામ: જૂની કિંમત 34 નવી કિંમત 35, ₹.1 નો વધારો

    * અમૂલ મસ્તી દહીં 1 કિલો: જૂની કિંમત 72 નવી કિંમત 75, ₹.3 નો વધારો

    * અમૂલ મસ્તી દહીં 1 કિલો ડોલ: જૂની કિંમત 100 નવી કિંમત 110, ₹.10 નો વધારો

  • 09:51 AM • 11 Jun 2024
    પેટા-ચૂંટણી જીતનારા ધારાસભ્યો આજે શપથ લેશે

    ગુજરાતમાં પેટા ચૂંટણી જીતનારા ધારાસભ્યો આજે શપથ લેશે. પેટાચૂંટણીમાં પોરબંદર, વિજાપુર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાથી ધારાસભ્યો ચૂંટણી જીત્યા હતા. આજે 11 વાગ્યે તમામ ધારાસભ્યો શપથ લેશે.

follow whatsapp