लाइव
Gujarat News 11 January LIVE: Gujarat News 11 January LIVE: ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ લીધી
Gujarat News 11 January LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, હવામાન સમાચાર, રાજકીય ઉથલ-પાથલ, સિને જગત તથા સ્પોર્ટ્સને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
gujarat-latest-live-news-and-breaking-news-12-january-2024-political-events-weather-updates-daily-breaking-news-top-headlines
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:01 PM • 11 Jan 2001ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ લીધીભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ રમી રહ્યો નથી. જ્યારે ગઇકાલે રાહુલ દ્રવિડે રમવા અંગે વાત કરી હતી. રોહિતે જણાવ્યું કે યશસ્વીને મામૂલી ઈજા છે.
- 06:53 PM • 11 Jan 2001બાયડના ધારાસભ્ય અપક્ષમાથી આપશે રાજીનામુંબાયડના ધારાસભ્ય અપક્ષમાથી આપશે રાજીનામું કાર્યકરો સાથે ચર્ચા કરી બે દિવસમાં લેશે નિર્ણય ધવલસિંહ ઝાલાની ભાજપમાં ઘર વાપસીનો તખ્તો ઘડાયો અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ગરમાવો લોકસભા સાથે બાયડ બેઠક પર પેટા ચૂંટણીના એંધાણ રાજકીય લેબોરેટરી બાયડમાં વધુ એક રાજકારણનું સોપાન રચાશે
- 05:53 PM • 11 Jan 2001કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે આવશે ગુજરાત, વાઇબ્રન્ટ સમિટના સમાપન સમારોહમાં આપશે હાજરીગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત આવતીકાલે શાહ અમદાવાદ પહોંચશે બપોરે 2 કલાકે અમદાવાદ પહોંચશે શાહ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
- 04:08 PM • 11 Jan 2001રાજકોટ મહાનગર પાલિકાનો મહત્વપૂર્ણ નિર્ણયઆગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લેવામાં આવ્યો નિર્ણય, મનપા સંચાલિત રામવાનમાં લોકોને 22 જાન્યુઆરીએ નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ મુલાકાતીઓનો નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.
- 03:41 PM • 11 Jan 2001મહેબૂબા મુફ્તીની કારનો અકસ્માતPDP ચીફ મહેબૂબા મુફ્તીની સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયો. મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન તેમની સાથે કારમાં સુરક્ષાકર્મીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી અને તમામ સુરક્ષિત છે.
- 03:05 PM • 11 Jan 2001બજેટ 2024ની તારીખ આવી સામેParliament Budget Session: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે.
- 03:05 PM • 11 Jan 2001દિલ્હી-NCRમાં ધ્રુજી ધરાદિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2ની નોંધાઈ છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકુશમાં જમીનથી 213 કિમી નીચે નોંધાયું છે. આ સિવાય જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- 12:31 PM • 11 Jan 2001સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેરસ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનો સમાવેશ થયો છે. એટલે કે સુરત શહેર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. ઇન્દોર શહેરને પણ સ્વચ્છ શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સુરત અને ઈન્દોરને સંયુક્ત રીતે એવોર્ડ અપાયા છે.
- 11:19 AM • 11 Jan 2001કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને કોંગ્રેસ હાઇકમાન્ડે ઠુકરાવી દેતાં કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ ચાલી રહ્યું છે. અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર અને હેમાંગ રાવલ સહિતના કોંગ્રેસના નેતાઓએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કહ્યું કે, મને જો આમંત્રણ મળ્યું હોત તો હું ચોક્કસ અયોધ્યા ગયો હોત. તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશે ડેરે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના અમુક લોકોએ ચોક્કસ પ્રકારના નિવેદનથી દૂર રહેવું જોઈએ. આ સાથે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રામમંદિર દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે.
- 10:24 AM • 11 Jan 2001રાજ્યકક્ષાના રેલવે મંત્રીની જાહેરાતRam Mandir Inauguration: 22મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેંકડો VVIP અને હજારો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી આસ્થા' ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જાણકારી આપી છે.
- 10:24 AM • 11 Jan 2001વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય આપી શકે છે રાજીનામુંલોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદથી ઉત્તરાયણ બાદ રાજીનામું આપશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
- 08:47 AM • 11 Jan 2001પાટણની મુખ્ય બજારમાં આગપાટણની મુખ્ય બજારમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી ભયાનક હતી કે તેની ઝપેટમાં 4 દુકાનો આવી ગઈ હતી. શહેરના ઘીવટા વિસ્તારમાં ફૂટવેર અને ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જે બાદ ફાયરની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે દુકાનોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી
- 07:01 AM • 11 Jan 2001કોંગ્રેસને લાગ્યો લાખોનો ચૂનોકોંગ્રેસ પાર્ટીએ તેના ‘ડોનેટ ફોર દેશ’ અભિયાન માટે જાહેર કરેલા પેમ્ફલેટમાં ખોટા QR કોડને કારણે લાખો રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પેમ્ફલેટ પર એક અલગ વેબસાઇટ અને QR કોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે નકલી છે. જેના કારણે પાર્ટીના ખાતામાં જે ડોનેશન આવવાનું હતું તે કોઈક નકલી ખાતામાં ચાલ્યુ ગયું.
- 12:15 PM • 11 Jan 2024ફારુક અબ્દુલ્લાને EDનું સમન્સED Summons Farooq Abdullah: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સ (NC)ના નેતા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે તેમને ગુરુવારે (11 જાન્યુઆરી) પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT