Gujarat News 11 April LIVE Updates: કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા કરશે કેસરિયા, હરિયાણામાં સ્કૂલ બસનો અકસ્માત

Gujarat News 11 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live news update

લાઈવ ન્યૂઝ

follow google news

Gujarat News 11 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:01 PM • 11 Apr 2024
    રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે

    કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને અલવિદા કહ્યા બાદ હવે રોહન ગુપ્તા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ તરફથી જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. જે બાદ તેઓએ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો હતો. 
     

  • 12:26 PM • 11 Apr 2024
    રાજપૂત સમાજમાં રોષ યથાવત્

    પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ યથાવત્ છે. નવા વાકા ગામે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો તેમજ આગેવાનોના પ્રવેશબંધીને લઈને બેનર લગાવવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેને લઈને રાજપૂત સમાજ અડગ છે.

  • 11:29 AM • 11 Apr 2024
    હરિયાણામાં 6 બાળકોના મોત

    હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં આજે સવારે એક ખાનગી સ્કૂલની બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 6 બાળકોના દુઃખદ અવસાન થયા છે. જ્યારે 12 વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામા આવી રહ્યું છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર દોડતું થયું છે. હાલ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

  • 09:30 AM • 11 Apr 2024
    કેજરીવાલના PA બિભવ કુમાર ટર્મિનેટેડ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિજિલન્સ વિભાગે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ (PA) બિભવ કુમારને ટર્મિનેટ કર્યા છે. મંગળવારે અરવિંદ કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારે તિહાર જેલમાં આમ આદમી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કથિત દારૂ કૌભાંડમાં ઈડી બિભવ કુમારની ઘણીવાર પૂછપરછ કરી ચૂકી છે. 

  • 09:26 AM • 11 Apr 2024
    ભારત આવશે એલોન મસ્ક

    અમેરિકન ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલોન મસ્કના ભારતના પ્રવાસને લઈને મોટી અપડેટ આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ મહિનાના અંતમાં ભારતની મુલાકાતે આવવાના છે. એલોન મસ્કે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની આતુરતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસ્ક આ મહિને 22 થી 27 એપ્રિલની વચ્ચે ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ ભારતમાં કયા ટેસ્લાનો પ્લાન્ટ સ્થપાશે તેની જાહેરાત પણ કરી શકે છે. 

follow whatsapp