Gujarat News 10 May LIVE Updates: ઈફકોના ચેરમેન પદે દિલીપ સંધાણી બિનહરિફ, વાઇસ ચેરમેન તરીકે બળવિંદરસિંઘ

Gujarat News 10 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

10 May Breaking News

27 March Breaking News

follow google news

Gujarat News 10  May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:12 AM • 10 May 2024
    દિલીપ સંઘાણી બન્યા ઇફકોના ચેરમેન

    દિલ્હી ખાતે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન તરીકે બિનહરિફ જાહેર થયા અને વાઇસ ચેરમેન તરીકે બળવિંદરસિંઘ બિનહરિફ જાહેર થયા. ગઇકાલે ઈફકોના ડિરેકટર પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના જ બે ઉમેદવારો બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ટક્કર જોવા મળી હતી. અંતે જયેશ રાદડિયાનો બહુમતીએ વિજય થયો હતો 

  • 10:28 AM • 10 May 2024
    ભુમાફિયાઓની હવે ખેર નથી

    ગુજરાત હાઇકોર્ટમાં  લેન્ડ ગ્રેબિંગ એક્ટ વિરૂદ્ધ અરજીઓ કરવામાં આવી હતી પરંતુ આ તમામ અરજીઓને ફગાવી દેવમાં આવી છે. ન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટે લીલીઝંડી આપી હતી.હાઈકોર્ટે કાયદા પરનાં તમામ આક્ષેપો ફગાવ્યા હતા. તેમજ કાયદાને પડકારતી અરજીઓમાં કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂધ્ધાઁ માયીની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે 

  • 09:32 AM • 10 May 2024
    કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખૂલ્યા

    આજથી અખાત્રીજના શુભ અવસર પર  ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજે સંપૂર્ણ ધાર્મિક વિધિ મુજબ કેદારનાથ ધામના દરવાજા સવારે સાત વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. સવારે 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી.

follow whatsapp