Gujarat News 1 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:17 PM • 01 Apr 2024અરવિંદ કેજરીવાલને તિહાર જેલ લઈ જવાયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલ નંબર 2માં રહેશે. મળતી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ બેરેકમાં એકલા જ રહેશે. તિહાર જેલમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 24 કલાક સીસીટીવી મોનીટરીંગ રહેશે.
- 12:54 PM • 01 Apr 2024જામનગરમાં વંદે ભારત ટ્રેન સાથે ભેંસ ટકરાઈ, એન્જિનના ભાગને નુકસાન
જામનગર: વંદે ભારત ટ્રેનનો જામનગર રેલ્વે સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. જામનગર શહેરના ધરાનગર વિસ્તાર પાસે ગત રાત્રે ટ્રેન સાથે ભેંટ ટકરાતા એન્જિનના ભાગમાં નુકસાન થયું હતું. અકસ્માતના કારણે થોડા સમય રોકાયા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
- 09:41 AM • 01 Apr 2024CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે જશે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે CMની દિલ્હી મુલાકાત સૂચત છે. આ સાથે તેઓ ચૂંટણી મેનિફેસ્ટોની કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે.
- 09:40 AM • 01 Apr 2024જ્ઞાનવાપી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં આજે જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની પરવાનગી સામે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT