Gujarat News 8 May LIVE Updates: ગીર સોમનાથ-જૂનાગઢમાં 4 મિનિટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા

Gujarat News 8 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

8 May Live News

8 May Live News

follow google news

Gujarat News 8 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 04:42 PM • 08 May 2024
    ગીર સોમનાથ-જૂનાગઢમાં ભૂકંપના બે આંચકા

    ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બપોરે 3.14 અને 3.18 વાગ્યે, 4 મિનિટના સમયગાળામાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 અને 3.7ની નોંધાઈ હતી. જોકે અત્યાર સુધીમાં જાનહાનિ કે નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપનું આ કેન્દ્રબિંદુ તલાલાથી પૂર્વમાં 12 કિલોમીટર દૂર નોંધાયું હતું.

  • 10:11 AM • 08 May 2024
    હૈદરાબાદમાં દિવાલ પડતા 7 મજૂરના મોત

    હૈદરાબાદના બચુપલ્લી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઈ હતી. જેના કારણે બાળક સહિત 7 લોકોના મોત નિપજ્યા હતા.

  • 10:10 AM • 08 May 2024
    એર ઈન્ડિયાના પાઈલોટ્સ એકસાથે રજાઓ પર ઉતર્યા, 70 ફ્લાઈટ રદ

    એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ એક સાથે સામુહિત માંદગીની રજા પર ઉતરી જતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે. કર્મચારીઓ રજા પર ઉતરી જતા 70થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.
     

  • 09:55 AM • 08 May 2024
    ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું સરેરાશ 59.51 ટકા મતદાન

    ગુજરાતમાં 7 મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણી માટે કૂલ 59.51 ટકા મતદાન થયું છે. જેમાં વલસાડ બેઠક પર સૌથી વધુ 72.24 ટકા જ્યારે અમરેલી બેઠક પર સૌથી ઓછું 49.22 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યમાં કૂલ 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

follow whatsapp