Gujarat News 8 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 03:26 PM • 08 Mar 2024ગાંધીનગરમાં 100 લોકોને લગ્નમાં ફૂડ પોઈઝનિંગ
ગાંધીનગર સેક્ટર 24 માં આવેલ સહયોગ એપાર્ટમેન્ટમાં સાત માર્ચના રોજ લગ્નમાં જમણવાર 100 લોકોને ફૂડ પોઈઝનિગ થયું હતું. તેમાંથી અમુક લોકોને સિવિલ હોસ્પિટલ અને અમુક લોકોને સેક્ટર 24 આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે મોકલ્યા હતા. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પાંચ લોકો અને સેક્ટર 24 એક દર્દી દાખલ છે.
- 11:33 AM • 08 Mar 2024IND vs ENG Test: રોહિત-ગિલની સદી, ભારત મજબૂત સ્થિતિમાં
ધર્મશાળા ટેસ્ટના બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી છે. લંચ સુધીમાં ભારતનો સ્કોર 1 વિકેટ 264 રન પહોંચી ગયો છે.
- 09:45 AM • 08 Mar 2024અંબાજીમાં અંબિકેશ્વર મહાદેવના દર્શન માટે ઉમટ્યા ભક્તો
- બનાસકાંઠા: અંબાજીમાં ભગવાન શિવની આરતી
- અંબાજી મંદિરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવને શણગારવામાં આવ્યું.
- ભગવાન શિવને ફ્રુટનો શણગાર કરવામાં આવ્યો.
- અંબાજી મંદિરમાં આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ ભગવાન શિવના દર્શન કરે છે
- શિવ અને શક્તિનો અદભુત સંગમ અંબાજી મંદિરમાં જોવા મળે છે.
- હર હર મહાદેવના નાદથી શક્તિપીઠ અંબાજી ગુંજી ઉઠ્યું
- 09:43 AM • 08 Mar 2024ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં બીજો દિવસ
- ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ
- રાહુલ ગાંધી કંબોઈ ધામ મંદિરે પહોંચ્યા.
- લીમડી નજીક આવેલા ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ ખાતે પહોંચ્યા
- આદિવાસી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે કંબોઈ ધામ
- રાહુલ ગાંધીએ સમાધિ સ્થળ ખાતે પહોંચી કર્યા દર્શન
- 09:42 AM • 08 Mar 2024સોમનાથમાં શિવભક્તોનું ઘોડાપુર
મહાશિવરાત્રિના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સોમનાથમાં સવારથી જ શિવભક્તો મહાદેવના દર્શન માટે ઉમટી રહ્યા છે. સવારે 4 વાગ્યાથી અત્યાર સુધીમાં 25000થી વધુ ભક્તોએ મહાદેવના દર્શન કર્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT