Gujarat News 5 May LIVE Updates: રાજકોટ પત્રિકાકાંડ મામલે મોટો ખુલાસો, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ

Gujarat News 5 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

live news

લાઈવ ન્યૂઝ

follow google news

Gujarat News 5 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:14 PM • 05 May 2024
    સાધુ-સંતોની મતદાનની કરવાની અપીલ

    આગામી 7 તારીખે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે  સાધુ-સંતો દ્વારા મતદાન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. જૂનાગઢના મુચકુંદ મહાદેવ મંદિર મહંત મહેન્દ્રગીરીજી તેમજ દત્તાત્રેય મંદિર મહંત મહેશગીરીએ લોકોને ચૂંટણીમાં મતદાનની ખાસ અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, દેશની લોકશાહી મજબૂત બનાવવા મતદાન કરવું જરૂરી છે.

  • 02:30 PM • 05 May 2024
    બજરંગ પુનિયાને મોટો ઝટકો

    Bajrang Punia: ભારતીય રેસલર બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. બજરંગ પુનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બજરંગ પુનિયાએ માર્ચમાં સોનીપતમાં આયોજિત નેશનલ ટ્રાયલ દરમિયાન ડોપ સેમ્પલ આપ્યા ન હતા, જેના કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
     

  • 09:48 AM • 05 May 2024
    PM મોદી અયોધ્યાના પ્રવાસે

    લોકસભા ચૂંટણી 2024:  03 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આ પહેલા હવે પીએમ મોદીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે જઈ રહ્યા છે. પીએમ મોદી આજે ચૂંટણી પ્રચાર પહેલા અયોધ્યા રામ મંદિરમાં રામલલા કરશે. 

  • 09:45 AM • 05 May 2024
    પત્રિકાકાંડમાં મોટો ખુલાસો

    રાજકોટઃ લેઉવા પાટીદાર અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાવતી પત્રિકા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ ખુલ્યું છે. પોલીસ શરદ ધાનાણીની પૂછપરછ થઈ શકે છે. પત્રિકાકાંડમાં સંડોવણી ખુલતા પોલીસ ધરપકડ પણ કરી શકે છે. અગાઉ આ પ્રકરણમાં ચાર શખ્સોને પોલીસ પકડી ચૂકી છે.

follow whatsapp