Gujarat News 3 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 06:01 PM • 03 May 2024PM મોદી 14 મેના રોજ ભરશે ઉમેદવારી ફોર્મ
Lok Sabha Elections: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 13 મેના રોજ પીએમ મોદી વારાણસીમાં રોડ શૉ કરશે. તમને જણાવી દઈએ કે વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન 2024ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીના રોડ શૉ અને નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
- 04:13 PM • 03 May 2024ગેનીબેનના શંકર ચૌધરી પર આકરા પ્રહાર
બનાસકાંઠા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ગતરાત્રે પાલનપુરમાં એક સભામાં બનાસ ડેરીને લઇ નામ લીધા વગર શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ વાવના બિયોક ગામે યોજાયેલી ભાજપની સભામાં શંકર ચૌધરીએ કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેનનું નામ લીધા વગર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા.
- 02:12 PM • 03 May 2024ભારતી સિંહની બગડી તબિયત
કોમેડિયન ભારતી સિંહની તબિયત અચાનક બગડી ગઈ છે. કોમેડિયનની તબિયત બગડતા તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી ખુદ કોમેડિયને આપી છે. ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ 'લાઇફ ઓફ લિમ્બાચિયા' પર નવો વ્લોગ અપલોડ કર્યો છે, જેમાં તે હોસ્પિટલમાં બેડ પર જોવા મળે છે.
- 02:09 PM • 03 May 2024અશોક ડાંગર ભાજપમાં
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. શહેર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મેયર અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે. અશોક ડાંગર સૌથી પહેલા કોંગ્રેસમાં હતા, પછી ભાજપમાં ગયા, ફરી પાછા કોંગ્રેસમાં ગયા અને હવે ફરી પાછા ભાજપમાં જોડાયા છે. પરસોત્તમ રૂપાલા અને ભરત બોઘરાએ ખેસ પહેરાવીને તેમને પ્રવેશ અપાવ્યો છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કહ્યું કે, કોંગ્રેસમાં નેતાઓની અવગણના થાય છે, કોંગ્રેસમાં આંતરિક જુથબંધી છે. હું સિદ્ધાંતો સાથે જોડાયેલા છું, મારા સિદ્ધાંતો નથી જળવાતા, જેથી હું ભાજપમાં જોડાયો છું. હવે હું ફરી ભાજપ નહીં છોડું.
- 09:50 AM • 03 May 2024મલ્લિકાર્જુન ખડગેની અમદાવાદમાં જાહેરસભા
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રાજકોટની જાહેરસભા રદ થઈ છે. રાહુલ ગાંધીના ચૂંટણી ફોર્મ ભરતી વખતે ત્યાં હાજર રહેવાથી તેઓની સભા રદ કરાઈ છે. હવે માત્ર સાંજે અમદાવાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. આપને જણાવી દઈએ કે, આજે રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવારી પત્ર ભરવાના છે.
- 09:49 AM • 03 May 2024રાયબરેલીથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી
Lok Sabha Elections: કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં નોમિનેશનની છેલ્લી ક્ષણે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલીથી અને કિશોરી લાલ શર્માને અમેઠીથી ઉમેદવાર જાહેર કર્યા છે. બંનેના નામની યાદી આવી ગઈ છે. રાહુલ ગાંધી અત્યાર સુધી અમેઠીથી ચૂંટણી લડતા હતા. આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે. જ્યારે કેએલ શર્મા પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતરશે. શર્માને સોનિયા ગાંધીની નજીક માનવામાં આવે છે. અત્યાર સુધી તેઓ રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં અમેઠી અને રાયબરેલી બેઠકો પર 20 મેના રોજ મતદાન થશે. આ બંને બેઠકો પરંપરાગત રીતે ગાંધી-નેહરુ પરિવારના સભ્યો પાસે છે. પાર્ટીએ પહેલીવાર અમેઠીમાંથી બિન-ગાંધી પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT