કચ્છઃ કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન KASEZથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો હોવા મામલે જાણકારી મળતા કંડલા સેઝ કસ્ટમને મોટી સફળતા મળી છે. માહિતી પ્રમાણે આ અંગે કાર્યવાહી હાથ ધરતા લગભગ 20 હજાર જેટલી સિગારેટનો જથ્થો એટલે કે 8.76 કરોડ રૂપિયાનો માલ જપ્ત થયો છે. મુન્દ્રા પોર્ટથી કંડલા સેઝોન તરફ આવતી વખતે કંડલા સેઝ કસ્ટમે કન્ટેનરમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
વિવિધ 555 બ્રાન્ડની સિગારેટ
કંડલા ખાતેથી પકડાયેલી આ પ્રતિબંધિત સિગારેટનો જથ્થો જપ્ત કરીને કસ્ટમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રારંભીક ધોરણે એવું સામે આવ્યું છે કે, લા સ્પિરિટ નામની એક કંપનીએ કન્ટેનર મગાવેલું હતું. માહિતી મળ્યાથી કાર્યવાહી હાથ ધરતા કસસ્ટમ વિભાગે કન્ટેનર થોભાવી તપાસ હાથ ધરી હતી. જેમાં લગભગ 555 બ્રાન્ડ્સની સિગારેટના 219 બોક્સ કબ્જે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કંડલા જેવા મોટા બંદર પરથી આવી ચીજો પકડાતા ઘણી ચર્ચાઓ જાગી છે. આ બંદર પર ઘણી વખત પ્રતિબંધિત વસ્તોઓ આવતી હોય છે. જોકે આવા કિસ્સાઓ પણ ઘણી વખત સામે આવી ચુક્યા છે.
ADVERTISEMENT