Gujarat High Court 3 New Judges Name : ગુજરાત હાઇકોર્ટને ત્રણ નવા ન્યાયાધીશ (જજ) મળશે. સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ત્રણ એડવોકેટની ગુજરાત હાઇકોર્ટમાં જજ તરીકે નિમણૂક કરવા મંજૂરી આપી છે. હવે રાષ્ટ્રપતિ હુકમ આ 3 જજની નિમણૂકનો હુકમ કરશે.
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક
ગુજરાત હાઇકોર્ટમાં નવા ત્રણ જજોની નિયુક્તિ માટે સુપ્રીમ કોર્ટે 3 વકીલોના નામની મંજૂરી આપી છે. જેમાં એડવોકેટ સંજીવ ઠાકર, દીપતેન્દ્ર રાય અને મૌલિક શેલતને જજ તરીકે નિયુક્ત કરાશે. ડી.એન. રે ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસના પુત્ર છે અને સંજીવ ઠાકર ગુજરાત માનવાધિકાર પંચના ચેરમેનના ભાઈ છે. મૌલિક શેલત પણ ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ કોણ છે?
હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલ છે. જેમને 23 જુલાઈ, 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં નિમણૂક કરાઈ હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ પર જસ્ટિસ સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનાવાયા હતા. આ અગાઉ તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા.
ADVERTISEMENT