અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા લગ્નની લાલચે દુષ્કર્મની ફરિયાદ પર એક મહત્વપૂર્ણ ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું કે, પુખ્તવયના બંને પાત્રોએ સહમતીથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ ન કહેવાય. તાજેતરમાં ઓડિશા હાઈકોર્ટે પણ લગ્નની લાલચે દુષ્કર્મના કિસ્સામાં આ પ્રકારનો ચૂકાદો આપ્યો હતો.
ADVERTISEMENT
શું હતો સમગ્ર કેસ?
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા એક મહિલા અને પુરુષ સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે પાછળથી યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુવકે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે લગ્નની વાત નીકળી તો યુવકે ઈનકાર કરી લીધો. આથી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જોકે બંને વચ્ચે બાદમાં સમાધાન થઈ જતા યુવતીએ ફરિયાદ પાછી ખેંચી લીધી હતી અને બંને વચ્ચે ફરી પ્રેમ સંબંધ બંધાયા હતા. જોકે યુવકે સંબંધ બાંધ્યા બાદ બીજી વખત પણ લગ્નનો ઈનકાર કરતા યુવતીએ ફરીથી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને લગ્નની લાલચ આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ યુવક પર લગાવ્યો હતો.
હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં શું કહ્યું?
આ કેસમાં હાઈકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, જો પુખ્તવયના યુવક અને યુવતી લગ્ન કે અન્ય કોઈ લાલચ આપીને પોતાની ઈચ્છાથી શારીરિક સંબંધો બાંધે છે, તો પાછળથી મહિલા કલમ 376 મુજબ બળાત્કારની ફરિયાદ ન કરી શકે.
ADVERTISEMENT