કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ના કરવામાં આવે?: હાઈકોર્ટે લીધો ઉધડો

Urvish Patel

• 11:32 AM • 25 Jul 2023

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર રોડ રસ્તાની હાલત ઉપરાંત ટ્રાફિકના નિયમનને લઈને લોકો પરેશાન છે. આ પ્રશ્ન લોકોને સીધી અસર પાડતો પ્રશ્ન છે. અમદાવાદમાં હાલમાં જ જે…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર રોડ રસ્તાની હાલત ઉપરાંત ટ્રાફિકના નિયમનને લઈને લોકો પરેશાન છે. આ પ્રશ્ન લોકોને સીધી અસર પાડતો પ્રશ્ન છે. અમદાવાદમાં હાલમાં જ જે અકસ્માત થયો તેને લઈને તો ટ્રાફિકના નિયમોના પાલન મામલે લોકો પણ માગણી કરતા થયા છે. અમદાવાદમાં ટ્રાફિકની સમયસ્યાને મામલે હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ પિટિશન અંગે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. દરમિયાન હાઈકોર્ટ લાલઘૂમ થઈ હતી. હાઈકોર્ટે કડક શબ્દોમાં ટ્રાફિક પોલીસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લઈ નાખ્યો હતો અને તેમને તેડુ મોકલ્યું છે.

બંને કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ના કરવામાં આવે? હાઈકોર્ટનું તેડુ
હાઈકોર્ટે કડક શબ્દોમાં તંત્રને ઝાટકી નાખતા કહ્યું હતું કે, બંને કમિશનરો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કેમ ના કરવામાં આવે? તમને અમે જરૂરી પુરતો સમય આપી ચુક્યા છીએ. આટલા વર્ષો થયા છતા કોઈ એક્શન નથી લેવાયા. જેથી રોડ રસ્તા મામલામાં ટ્રાફિક કમિશનર અને એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના કમિશનરને હાઈકોર્ટે તેડુ મોકલાવ્યું છે. કોર્ટે બંનેને હાજર રહેવા આદેશ કર્યો છે. જેમાં અમદાવાદના બિસમાર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટ સુનાવણી કરશે.

દેડિયાપાડાના ભાજપના તાલુકા યુવા મોરચા મહામંત્રી દારૂની હેરાફેરી કરતા પકડાયા

ઈસ્કોન બ્રિજ પર કેમ થયો અકસ્માત? હાઈકોર્ટે જ આપ્યું ખરું કારણ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી જેના પર આજે હાઈકોર્ટના જજ એ એસ સુપેહિઆ અને એમ આર મેંગડેની કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકારે જવાબ રજુ કરવા માટે કોર્ટ પાસે વધારે સમય માગ્યો હતો પણ કોર્ટે તે આપવાનો ઈન્કાર કરી દીધો છે. કર્ટે સીધી રીતે સવાલ કરી દીધો હતો કે તમે ટ્રાફિક સમસ્યાને નિવારવા કયા પગલા લીધા છે, જણાવો? કોર્ટે એવું પણ પુછ્યું કે તમને ખબર છે ઈસ્કોન બ્રિજ અકસ્માત પાછળનું મૂળ કારણ શું છે? આરોપીઓને કોર્ટનો ડર નથી. તમારે કાયદાનો અમલ કરાવવો નથી. તમે સીસીટીવી કેમેરાની વાત કરી હતી. એક્સિડેન્ટમાં સાબિત થઈ ગયું છે કે ત્યાં સીસીટીવી કેમેરા ન્હોતા. કોર્ટ હવે પરેશાન થઈ ચુકી છે. અમે તમને પુરતો સમય આપી ચૂક્યા છીએ. વર્ષ 2006, 2018 અને હવે 2023 આવી ગયું છે. આટલા વર્ષો બાદ પણ કોઈ એક્શન નથી લેવાયા.

    follow whatsapp