- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઇકોર્ટે આકાર શબ્દોમાં ઝાટકણી કાઢી
- શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?
- આ સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટે VMC પાસે ખુલાસો માંગ્યો છે
Vadodara Harni Lake Tragedy Update: વડોદરા (Vadodara) હરણી દુર્ઘટના (Harni kand) અંગે આજે હાઇકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઇકોર્ટે આકાર શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટ દ્વારા VMC ને સવાલ કરવામાં આવ્યો કે બનાવ બન્યો તે પહેલા શું તપાસ કરી હતી. કોર્ટે ઉધડો લેતા કહ્યું હમેશાં કોઈ દુર્ઘટના સર્જાય છે પછી જ ઊંધતું તંત્ર જાગે છે. આ સિવાય કોર્ટે ટકોર કરતાં એવું પણ કહ્યું કે ભલે તમે 100 પગલા લીધા હશે પરંતુ તે પૂરતું નથી. આ સમગ્ર ઘટના અંગે હાઇકોર્ટે VMC પાસે ખુલાસો માંગ્યો છે.
ADVERTISEMENT
આજની સુનાવણીમાં હાઇકોર્ટની આકરા શબ્દોમાં ઝાટકણી
- શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે?
- દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી તંત્ર જાગે છે
- જે લોકો એક્ટિવીટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ
- એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ
- કોન્ટ્રાકટર તો કોન્ટ્રાકટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ
- વડોદરા મ્યુનિસિપલ કમિશનરને વ્યક્તિગત સોગંદનામુ દાખલ કરવા હાઇકોર્ટે આપ્યો આદેશ
- આ સંપૂર્ણ રીતે કોર્પોરેશનના સુપરવિઝનનો અભાવ છે
- શાળાઓએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે બાળકોને જ્યાં લઈ જાય છે ત્યાં શું શું કાળજી રાખવાની છે
કડક આદેશ હોવા છતાં રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ
હરણી દુર્ઘટના મામલે હજુ સુધી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રિપોર્ટ રાજ્યને સોંપ્યો નથી. સરકાર દ્વારા કડક પગલાં લેવાનું કહ્યા હોવા છતાં વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. કલેકટરે સચિવ પાસે વધુ 5 દિવસ માગ્યા છે.
ADVERTISEMENT