અમદાવાદ: ગુજરાતનું નામ વિશ્વમાં લેવાવા લાગ્યું છે. ઉધ્યોગની વાત હોય કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ગુજરાત મોખરે છે. આ સાથે ગુજરાત માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ગુજરાતમાં બની રહ્યું છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે રોક લગાવતી અરજી ફગાવી દીધી છે. જામનગરમાં બની રહેલા વિશ્વનાં સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને ગુજરાત હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે.
ADVERTISEMENT
વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય રિલાયન્સ ગ્રુપના સહયોગથી જામનગરમાં બની રહ્યું છે. જામનગરમાં આ પ્રાણી સંગ્રહાલય 280 એકર જમીનમાં તૈયાર થવા જઈ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય પર રોક લગાવતી અરજી કરવાઆમાં આવી હતી. આ ઉપરાંત અન્ય દેશોમાંથી લવાતા પ્રાણીઓ-પક્ષીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના પર આજે થયેલી સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રોક લગાવતી તમામ અરજી ફગાવી દીધી છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જવાબ રજૂ કરવામાં આવતા કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. દેશ-વિદેશથી લવાયેલા પ્રાણીઓની વિશેષ કાળજી માટે ખાતરી પણ આપવામાં આવી છે. જીવ અને આરોગ્યની કાળજી લેવાશે તેવો જવાબ રજૂ કરવામાં આવતા હાઇકોર્ટે પ્રાણી સંગ્રહાલયને લીલી ઝંડી આપી છે.
કાર્ગો પ્લેન મારફતે લાવવામાં આવ્યા પ્રાણી જામનગરમાં 20 મે ના રોજ વિદેશમાંથી પ્રાણીસંગ્રહાયલ માટે 27 વાઘ, 10 ચિત્તા, 10 રીંછ, 10 ચિત્તા, 10 શાહુડી, 10 જગુઆરેંડી, 10 લિંક્સ, 4 ટેમાનાડોસ, 3 ઓકેલોટ અને 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. રશિયન કાર્ગો પ્લેન મારફતે દક્ષિણ આફ્રિકાના મોરાક્કોથી આ પ્રાણીઓને લાવવામાં આવ્યાં હતા. હજુ વધુ પ્રાણી અને પક્ષી આગમી સમયમાં લાવવામાં આવશે.
લોકો નહીં લઈ શકે આ ઝૂનો લાભ
જામનગરનું ગ્રીન્સ ઝુલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ ઝૂ રેસ્ક્યૂ સેન્ટર પ્રાણી સંગ્રહાલયથી અલગ છે. આ પ્રાણી સંગ્રહાલય તમામ લોકો માટે ખૂલ્લુ નહીં રહે. રેસ્ક્યૂ સેન્ટર RILની સામાજિક ઉત્તરદાયિત્વની કામગીરીનો ભાગ છે. તે ઇજાગ્રસ્ત કે માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને સાચવવા માટે રાજ્ય સરકારના વનવિભાગને સહાય કરવા માટે બનાવવામાં આવ્યું છે.
ગ્રીન્સ ઝુલોજિકલ, રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ પ્રાણી સંગ્રહાલય
જામનગરમાં બની રહેલ વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલયનું નામ પણ આપી દેવામાં આવ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયનું નામ ‘ગ્રીન્સ ઝુલોજિકલ’, ‘રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ’ આપવામાં આવ્યું છે. આ સંગ્રહાલય વિશ્વનાં સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયમાં સ્થાન પામશે. મહત્વનું છે કે, કોરોના અને લોકડાઉનના કારણે તથા પ્રાણી અને પક્ષીની સુરક્ષાને લઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના કારણે આ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો
ADVERTISEMENT