'હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, ફરજિયાત પાલન કરાવો...', ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વનો આદેશ

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ રાજ્ય સરકાર, AMC, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને આ લાગુ થશે.

Gujarat High Court

Gujarat High Court

follow google news

Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ રાજ્ય સરકાર, AMC, નેશનલ હાઇવે ઓથોરિટી અને પોલીસને આ લાગુ થશે. આ આદેશ અંતર્ગત રોંગ સાઈડ ડ્રાઇવિંગ, હેલ્મેટના નિયમો અંગે વાત કરવામાં આવી છે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે હેલ્મેટના નિયમોનું ચુસ્તપણે અને ફરજિયાત પાલન કરાવવામાં આવે તેમજ ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર પિલિયન રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવાની વાત કરી છે.  આ સિવાય નેશનલ હાઈવે ઓથોરિટી માટે આદેશ કરવામાં આવ્યા છે કે  15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે.

ટુ-વ્હિલર પર પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત

ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિકના નિયમોના પાલનના મુદ્દાને ગંભીરતાથી લેતાં ટકોર કરી હતી કે, હજુ લોકો હેલ્મેટ પહેરતા નથી, ટુવ્હિલર વાહનો માટે હેલ્મેટ ફરજિયાત છે. હેલ્મેટ લઇને બેદરકારી રાખશો નહીં, ફરજિયાત પાલન કરાવો. એટલું જ નહી પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ કર્યો હતો. 

15 દિવસમાં SG હાઈવે પર સર્વિસ રોડ બનાવો

વધુમાં ટકોર કરતાં કહ્યું હતું કે, 15 દિવસમાં એસજી હાઇવે પર જરૂરી સર્વિસ રોડ બનાવવામાં આવે અને રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે.  રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ. અધિકારીઓ મનસ્વી વર્તશે તો ચલાવી લેવામાં નહી આવે. 

પોલીસ ભરતી પર હાઇકોર્ટની ટકોર

હાઇકોર્ટ દ્વારા પોલીસ ઓથોરિટીને આદેશ કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે પોલીસમાં ભરતી પ્રક્રિયા જલ્દીથી પૂર્ણ કરવામાં આવે. તેમજ કોર્ટે કહ્યું, સીસીટીવી કેમેરાની મદદથી માત્ર ચલણ કાપવાથી કાયદાની યોગ્ય અમલવારી નહીં થઈ શકે. અધિકારીઓ મનસ્વી રીતે વર્તશેએ પણ ચલાવી નહીં લેવાય. નાગરિકોને એમની જવાબદારીનું ભાન કરાવવું એ સરકારનું કામ છે. નેશનલ હાઇવેથી શહેરને મળતા રસ્તાઓ ઉપરના ટ્રાફિક નિયમન બાબતે પણ ટકોર કરતાં આદેશ આપ્યો છે કે, હાઇવે પર થતા અકસ્માતોના આંકડા ચોંકાવનારા છે. રોડનું પ્લાનિંગ અને ટ્રાફિક નિયમન બાબતે વૈજ્ઞાનિક અભિગમ વિના કામગીરી ના થવી જોઈએ.
 

    follow whatsapp