પતિથી અલગ રહેતી પત્નીએ માગ્યો માતા બનવાનો અધિકાર, ગુજરાત હાઈકોર્ટે જાણો શું આપ્યો ચુકાદો

એક પરિણીત મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તેના પતિ પાસેથી શુક્રાણુ આપવા અથવા અન્ય કોઈ પાસેથી શુક્રાણુ મેળવવાની પરવાનગીની માંગ કરી છે. ચાલીસ વર્ષની પરિણીત મહિલા પાંચ વર્ષથી તેના પતિથી અલગ રહે છે. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

Gujarat High Court Divorce case

ગુજરાત હાઈકોર્ટ

follow google news

Gujarat High Court : એક પરિણીત મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તેના પતિ પાસેથી શુક્રાણુ આપવા અથવા અન્ય કોઈ પાસેથી શુક્રાણુ મેળવવાની પરવાનગીની માંગ કરી છે. ચાલીસ વર્ષની પરિણીત મહિલા પાંચ વર્ષથી તેના પતિથી અલગ રહે છે. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે.

માતા બનવા માંગે છે મહિલા

પરિણીત મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરીને કહ્યું કે તે માતા બનવા માંગે છે. પતિ લગભગ પાંચ વર્ષથી અલગ રહે છે. હાઈકોર્ટના જજ સંગીતા વિષને અરજદારને પૂછ્યું કે પતિની સંમતિ વિના આ કેવી રીતે શક્ય છે. જ્યારે, છૂટાછેડા માટે અરજી કરેલી છે.

અરજી સ્વીકારી શકાતી નથી

કોર્ટે કહ્યું કે પહેલા તમારા છૂટાછેડાનો કેસ પૂરો કરવો પડશે. આ સ્થિતિમાં આ અરજી સ્વીકારી શકાય નહીં. આના પર અરજદાર મહિલાએ કહ્યું કે તે હાલ આ પિટિશન પાછી ખેંચી રહી છે, પરંતુ જો જરૂર પડશે તો તે પોતાની માંગ અંગે ફરીથી કોર્ટમાં અરજી કરશે.

    follow whatsapp