અમદાવાદઃ ગુજરાત સરકાર અને એક મામલતદાર કક્ષાના અધિકારી વચ્ચે કેવી રીતે સામ સામી થઈ ગઈ અને આખરે આ અધિકારીને ટર્મિનેટ કરી દેવાના હુકમ સામે તેમની જીત થઈ છે. ગુજરાત હાઈકોર્ટે મામલતદાર અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવને પાછા ફરજ પર લેવાનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT
હવે ચિંતન વૈષ્ણવ મહેસૂલ વિભાગમાં
વર્ષ 2011માં જીપીએસસી પાસ કરી મામલતદાર તરીકે ફરજ પર આવેલા ચિંતન વૈષ્ણવને તેમના બેબાક નિર્ણયોના કારણે ગુજરાત ભરમાં ઓળખ મળી હતી. જોકે 2019માં તેઓ જ્યારે ગુજરાતના દાહોદ જિલ્લામાં ફરજ પર હતા ત્યારે તેમને ટર્મિનેટ કરવાનો આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા ચિંતન વૈષ્ણવને ટર્મિનેટ કરી દેવાનો આદેશ આવતા ગુજરાતમાં ઘણા લોકોને સરકારનું આ વલણ ગમ્યું ન્હોતું. જોકે આખરે આ અધિકારીએ સરકારને કોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટમાં હવે તેમની જીત થઈ છે. હાઈકોર્ટે સરકારને મહિના પહેલા જ આદેશ કર્યો હતો કે તેમને તરમ મહિનામાં ફરજ પર પાછા લેવામાં આવે. હવે આજે ગુજરાત સરકારે ચિંતન વૈષ્ણવને ફરી ફરજ પર લેવા માટે આદેશ કર્યો છે. હવે તેઓને 7 દિવસમાં મહેસૂલ વિભાગમાં હાજર થવાનો ઓર્ડર છે.
અંબાજીઃ દાંતામાં ધામણી નદીમાં તણાયેલા પિતા-પુત્રની મળી લાશ, નાના બાળકોએ ગુમાવી છત્રછાયા
ચિંતન વૈષ્ણવનું ટર્મિનેશન ગેરબંધારણીયઃ હાઈકોર્ટ
કોર્ટે કહ્યું હતું કે, ચિંતન વૈષ્ણવનું ટર્મિનેશન ગેરબંધારણીય છે. કોર્ટે આ સાથે ચુકાદાને યોગ્ય ગણાવી સરકારની અપીલને ડીસમીસ કરી છે. હવે સરકારે તેમને પાછા લેવાનો હુકમ કરવો પડ્યો છે. હવે આગામી સમયથી તેઓને મહેસૂલ વિભાગમાં પોતાની ફરજ બજાવવાની થશે. સાથે જ અજમાયશી સમય 9.5.2013, કરેરી સમય બાદથી સમાપ્ત કરીને તેમને લાંબાગાળાના ધોરણે નિમણૂંક આપવામાં આવી છે. તેમને 2019ના માર્ચ મહિનાની બીજી તારીખથી સેવાઓ સળંગ ગમીને મળવાપાત્ર લાભો (પગાર અને ભથ્થા) પણ સરકાર દ્વારા ચુકવવામાં આવશે. જોકે બઢતી અંગે હાલ કોઈ નક્કર નિર્ણય સામે આવ્યો નથી પણ ઉપરોક્ત તારીખ સુધીના સયમમાં કામગીરીના મૂલ્યાંકનના અહવેલ સ્વ મૂલ્યાંકન ભરીને મોકલવાના રહેશે જેથી તેમને બઢતી આપવા અંગે વિચારણા હાથ ધરી શકાય.
ADVERTISEMENT