અમદાવાદ: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ દરમિયાન હવે તંત્ર એક્શનમોડ પર જોવા મળ્યું છે. કોરોના કેસને લઈ મુસાફરો માટે ગત ડિસેમ્બર માસમાં જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ 6 દેશમાંથી આવતા લોકોનું ફરજિયાત RT-PCR કરવામાં આવશે. અત્યાર સુધીમાં 1248 ફ્લાઈટ મા 2 લાખ જેટલા પેસેન્જર આવ્યા છે . 32 કેસ પોઝીટીવ વિદેશથી આવતા લોકોમાં છેલ્લા ત્રણ મહિનામા મળ્યા છે. ત્યારે આરોગ્ય તબીબી સેવાના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે કહ્યું કે, આપણી સામે દવાઓનો જથ્થો પુરતો છે.
ADVERTISEMENT
ટેસ્ટિંગ નુ પ્રમાણ ભારત સરકાર મુજબ કરાય છે, ફ્લુના કેસોનુ પણ મોનિટરીંગ કરવામાં આવે છે. ફ્લુ છે એવા લોકો ભીડ વાળી જગ્યાઓ પર ન જવુ અને જવુ હોય તો માસ્ક પહેરવુ જરૂરી છે. વેવ જાન્યુઆરી ફેબ્રુઆરીમા ઘટી ગયો હતો. ફેબ્રુઆરીમહિનામાં માત્ર 28 કેસ નોંધાયા હતા. માર્ચમાં કેસ વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ૪૦૨ કેસ આવ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામગીરી ચાલુ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બૈઠક યોજાઇ હતી. જીલ્લા કોર્પોરેશન મુજબ સમીક્ષા કરાઈ છે.
આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ગાઈડલાઇન
ગાઈડલાઈન આવેલ છે. કોરોના કેસોને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 29 ડિસેમ્બરના રોજ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. તેમાં ચીન, સિંગાપુર, હોંગકોંગ, કોરીયા, થાઇલેન્ડ અને જાપાનથી આવનારા મુસાફરો માટે ગાઈડલાઈન જાહેર કરાઇ છે. ઉપરોક્ત દેશોમાંથી આવનારા પ્રવાસીઓએ નેગેટિવ RTPCR રિપોર્ટ જરુરી છે. એર સુવિધા પોર્ટલ પર નેગેટિવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. ગુજરાત આરોગ્ય વિભાગનો અમદાવાદ અને સુરત એરપોર્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. 1248 ફ્લાઈટ મા 2 લાખ જેટલા પેસેન્જર આવ્યા છે . 32 કેસ પોઝીટીવ વિદેશથી આવતા લોકોમાં છેલ્લા ત્રણ મહિનામા મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં દેશના 20 રાજ્યો કરતાં વધુ એક્ટિવ કેસ ! કોરોનાના આંકડા છે ચિંતાજનક
મોકડ્રીલ લે લઈ આ પ્લાન તૈયાર કરાયો
હોસ્પિટલમાં મોકડ્રીલને લઈ જાહેર આરોગ્ય તબીબી સેવાના અધિક નિયામક ડૉ. નીલમ પટેલે કહ્યું કે, આપણી સામે દવાઓનો જથ્થો પુરતો છે. આ સાથે જ 10-11 એપ્રિલ મોકડ્રીલ કરવા ભારત સરકારે સુચના આપી છે. રાજ્યમા સરકારી ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ થશે. આપણે ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપીએ છીએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )
ADVERTISEMENT
