અમદાવાદઃ ગુજરાતમાં આજે બાગેશ્વર ધામના બાબા તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુલાકાત કરી હતી. દરમિયાન સનાતન ધર્મને લઈને તેમણે કેટલીક વાત કરી હતી. તેમની સામે ઘણા ભાજપના મોટા કદના નેતાઓ પણ નમી પડ્યા હતા. દરમિયાન ધિરેન્દ્ર શાસ્ત્રીએ પણ પોતાની એક અલગ છટા પ્રમાણે ગુજરાતના લોકોના ખબર અંતર પુછ્યા હતા. તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કરતા પહેલા કહ્યું કે, ગુજરાતના પાગલો કેમ છો?
ADVERTISEMENT
રોડ પર ઊભેલા લોકોનું કર્યું અભિવાદન
અમદાવાદના વટવા વિસ્તારમાં આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાજરી આપી હતી. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો આજથી ગુજરાતમાં દિવ્ય દરબાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે તેઓ ચાર્ટેડ પ્લેનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા. 10 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી 5 શહેરોમાં દિવ્ય દરબાર યોજાવાના છે. બાગેશ્વર બાબાએ આ દરમિયાન કારમાંથી બહાર આવી રોડ પર ઊભેલી ભીડનું અભિવાદન કર્યું હતું. સભા સ્થળ પર પહોંચતા જ તેમણે કથા કરતા પહેલા પોતાની અલગ છટાથી ગુજરાતીઓની ખબર પુછી હતી.
પરિણામ જોતા પહેલા માતા-પુત્રની આંખો મિંચાઈ ગઈ એ શખ્સને કારણે, ખેડબ્રહ્માનો ધો.10નો ટોપર બન્યો
ગુજરાતનો માહોલ ગરમ છે, અમારું શરીર નરમ છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી
બાબા બાગેશ્વરે કહ્યું કે, ગુજરાતના પાગલો તમે કેમ છો?, સર છે મજામાં છે, ખુબ આનંદમાં છો તમે બધા, શિવ મહાપુરાણનો આજે વિરામ દિવસ છે. અમને આ દિવસે ભક્તિના પ્રદેશ ગુજરાતમાં અમદાવાદની આ ધરતી પર ભક્તો શ્રી સિતા-રામના ચરણોને પકડીને આગળ વધી રહ્યા છે. જે જે જ્યાં ઊભા છે, કોઈ છત પર ચઢ્યા, કોઈ ઝાડ પર લટક્યા છે, જ્યાં જુઓ ત્યાં પગલા જ પગલા, જુઓ લીમડે લટક્યા છે, જય હો પાલગો, જય હો…. બંદર બની લટક્યા છે. કોઈ વીઆપી છે, કોઈ અતિ વીઆઈપી છે ત્યાંથી કરો પ્રણામ. તે પછી તેમણે કથાની શરૂઆત કરી હતી. ગુજરાતના લોકોથી જીતવું ઘણું મુશ્કેલ છે. અમે તો પહેલાથી જ હાર્યા છીએ. જાગવું તમારું કામ છે. અમે તો જગાડી શકીએ. એક વાત યાદ રાખજો પાગલો, હવે તો સનાતન હિન્દુત્વ માટે અને કૃષ્ણ માટે જાગવાનો સમય આવ્યો છે. તે કાયર છે જે સનાતન માટે જાગ્યા નહીં. જો જાગ્યા નહીં તો આવનારી પેઢીઓમાં કથા નહીં થાય, આવનારી પેઢી મંદિરે નહીં જાય. અમે પહેલી વખત ગુજરાત આવ્યા છીએ. દસ દિવસ રહીશું. અહીં માહોલ ખુબ ગરમ છે, અમારું શરીર સાવ નરમ છે.
બાગેશ્વર બાબાનો સમગ્ર કાર્યક્રમ
25 મે અમદાવાદમાં બપોરે 2 વાગ્યે પહોંચશે
3 વાગ્યે વટવામાં ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આશીર્વાદ પણ આપશે
26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
28 મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે
ADVERTISEMENT