અમરેલીઃ અમરેલીના રાજુલાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચામાં આવ્યો હતો. જેમાં કારના બોનેટ પર બેસીને શખ્સોએ સિંહોની પાછળ કાર ચલાવી હતી. કાર ચલાવીને સિંહોને પરેશાન કરતો આ વીડિયો જોઈ પ્રાણી પ્રેમીઓ દુઃખી થયા હતા. બનાવથી વનવિભાગ સાવ અજાણ હતું. જોકે હવે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે વન વિભાગે ત્રણ લોકોને આ ઘટનામાં ઝડપી પાડ્યા છે અને હવે તેમને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
ADVERTISEMENT
શિક્ષકનો વિદ્યાર્થીનીને પ્રેમ પત્ર હું વેકેશનમાં તને ખુબ જ મિસ કરીશ ફોન મળે તો મને ફોન કરજે
ફરવા આવ્યા અને પજવ્યા સિંહોને
અમરેલીમાં રાજુલામાં વડ ગામનો એક વીડિયો હાલમાં વાયરલ થયો હતો. જેમાં સિંહોની પજવણી થતી જોવા મળી હતી. અમરેલીના વડ ગામે કેટલાક શખ્સો દ્વારા વટ પાડવા માટે અહીં ગામમાં આવી પહોંચેલા સિંહ પરિવાર પાછળ કાર ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં હિંસક ગણાતા આ પ્રાણી સામે કારના બોનેટ પર બિન્દાસ્ત બેસી માત્ર પોતાના ચપ્પલ દેખાય અને સિંહો આગળ કેવા ભાગે છે તે બતાવવા માટે વીડિયો ઉતારવામાં આવ્યો હોય તેવું જોઈ શકાયું હતું. આ વીડિયો વાયરલ થયા પછી વન વિભાગને જાણ થઈ હતી. બવાનને પગલે વન વિભાગ પણ કડક કાર્યવાહી કરવા પગલા લેવા લાગ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે આ વીડિયો પંદરેક દિવસ જુનો છે. જે વીડિયો ઉતારવામાં શખ્સો ભાન ભુલી ગયા હતા. તેઓ અહીં જંગલમાં ફરવા આવ્યા હતા. જોકે હવે ત્રણેય કાયદાના સકંજામાં આવી ગયા છે. જુઓ … વીડિયો…
(વીથ ઈનપુટઃ ગોપી મણિયાર, અમરેલી)
ADVERTISEMENT