સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ, વઢવાણ ખાતે ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ તથા મહિલાલક્ષી યોજના અંતર્ગત શિબિર યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે સમાજમાં વધતા સ્ત્રીઓ સામેના ગુનાઓને લઈને સ્ત્રીઓમાં પોતાના હકો અને રક્ષણોની જાણકારી મળવી જરૂરી છે ત્યારે અહીં આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ જાણવા જેવું
હાલોલમાં 500 કરોડનું કૌભાંડઃ ‘ કટકીખોર બાબુ’ આમ કરતા તગડી કમાણી
લાઠીની રામકથામાં મોરારી બાપુએ હીરા બા માટે કરી પ્રાર્થનાઃ સ્વાસ્થ્યમાં થયો સુધારો
ન્યુડ વિડીયો કોલનું રોકોર્ડિંગ કરી પૈસા પડાવતી ગેંગનો માણસ ઝડપાયો, અપનાવતા હતા આ મોડેસ ઓપરેન્ડી
યોજનાઓની વિગતવાર માહિતી અપાઈ
આ શિબિરમાં એડવોકેટ રાજશ્રીબેન ત્રીવેદી દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ કાયદાની માહિતી આપવામાં આવી હતી. તેમજ કાનુની સેવા સતા મંડળના લીગલ સુપ્રિટેન્ડ કે.આર દવે દ્વારા કાનુની સેવા સત્તા મંડળની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા કલ્યાણ અધિકારી જલ્પાબેન ચંદેશરા દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળ સંસ્થાના માનદ.મંત્રી પન્નાબેન શુકલ દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી જલ્પાબેન ત્રીવેદી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ સંસ્થાના ખજાનજી ઉષાબેન દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એડવોકેટ અલ્પાબેન જાદવ, ચંદ્રિકાબેન પંડ્યા તેમજ જિલ્લા કોર્ડીનેટર શૈલેષભાઇ જેસડીયા ઉપસ્થિત રહ્યા હતા.
(વીથ ઈનપુટઃ સાજીદ બેલિમ, સુરેન્દ્રનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT