2023 શરૂ, સુરતમાં યુવક-યુવતી દારુ પીધેલા પકડાયા, ભારતમાં પણ જશ્નનો માહોલ

નવી દિલ્હીઃ ભારતમાં નવા વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે, દેશભરમાં ઉજવવામાં આવશે અને 2022 ભૂતકાળ બની ગયું છે. 2 વર્ષ પછી, વિશ્વ કોરોના પ્રોટોકોલ…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ ભારતમાં નવા વર્ષ 2023ની શરૂઆત થઈ ગઈ છે, દેશભરમાં ઉજવવામાં આવશે અને 2022 ભૂતકાળ બની ગયું છે. 2 વર્ષ પછી, વિશ્વ કોરોના પ્રોટોકોલ વિના નવું વર્ષ ઉજવવા માટે તૈયાર ભારતમાં લોકો આની તૈયારીમાં વ્યસ્ત હતા અને હવે તેના સેલેબ્રેશનની શરૂઆત થઈ ગઈ છે. દરમિયાન ગુજરાતમાં દારુબંધીને લઈને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો છે ત્યારે સુરતમાંથી એક યુવક અને યુવતી દારુ પીધેલી હાલતમાં અને બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સરકારે સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે. જેમાં ચીન સહિત વિદેશમાં વધી રહેલા કોરોનાનો ગ્રાફ ટાંકવામાં આવ્યો છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત દેશના તમામ શહેરોમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે.


ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવા વર્ષની શરૂઆત
સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જોરથી ફટાકડા ફોડીને લોકોએ 2022ને અલવિદા કહ્યું અને નવા વર્ષ 2023ની શરૂઆત કરી. ખરેખર, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં દર વખતની જેમ આ વખતે પણ નવું વર્ષ (2023) સૌથી પહેલા શરૂ થયું. આ દરમિયાન, ઓકલેન્ડના પ્રખ્યાત સ્કાય ટાવરને સ્પાર્કલિંગ લાઇટ્સથી શણગારવામાં આવે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અહીં ફટાકડા કરવામાં આવે છે. જ્યારે ભારતમાં સાંજના લગભગ 4:30 વાગ્યા છે, ત્યારે અહીં રાતના 12 વાગ્યા છે.


ઓસ્ટ્રેલિયામાં પણ નવું વર્ષ 2023 શરૂ થઈ ગયું છે. તેની શરૂઆત સિડની શહેરમાં શાનદાર આતશબાજીથી થઈ હતી. ઉપરાંત ચીનમાં પણ હવે નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં હાલ આ લખાય છે ત્યારે એક કલાક જેટલો સમય હજુ પણ બાકી છે નવા 2023ને શરૂ થવામાં.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp