સુરતઃ સુરતમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે. ઘણી વખત આગને કારણે લોકોના જીવ જોખમાયા છે ત્યારે સુરતમાં વધુ એક મોટી આગને કારણે દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે. સુરતના પુના કેનાલ રોડ પર સ્થિત એક પાર્ટી પ્લોટમાં મંડપમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં મોટું નુકસાન થવા પામ્યું છે. જોકે હાંશકારો અપાવનારી વાત એ હતી કે આ ઘટનામાં કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી.
ADVERTISEMENT
આગે વિકરાળ સ્વરૂપ લીધું
સુરતમાં પુના કેનાર રોડ પર આવેલા હેવન પાર્ટી પ્લોટમાં શનિવારે સાંજે એકાએક આગ લાગી ગઈ હતી. જોકે આગ લાગવા પાછળનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી. આગ લાગવાના કારણ અંગે આગામી સમયમાં તપાસ દરમિયાન વધુ જાણકારી સામે આવશે. આ આગને કારણે મંડપ સળગ્યો હતો અને સામાન્ય આગ મોટું વિકરાળ સ્વરૂપ લઈને ઊભી થઈ ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણકારી મળતા જ ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયું હતું અને આગને કાબુમાં કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાથી બધાએ રાહતનો દમ લીધો હતો.
ADVERTISEMENT