સુરતઃ સુરત ક્રાઈમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આઈએસઆઈ એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતા સુરતી યુવકને ઝડપી પાડ્યો છે. દીપક સાળુંકે નામનો આ યુવક પાકિસ્તાનની એજન્સીને ભારતની આર્મીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ પુરી પાડતો હતો. પોલીસે તેને ઝડપી પાડ્યો છે અને વધુ પુછપરછ કરી છે જેમાંથી પણ કેટલીક વિગતો સામે આવી છે.
ADVERTISEMENT
આતંકવાદીઓ માટે સોશિયલ મીડિયા સરળ રસ્તો
સુરતમાંથી પકડાયેલા સાળુંકે સાથે પોલીસે પુછપરછ કરી હતી. જેમાં પોલીસે જ્યારે તેની વાત સાંભળી તો જાણવા મળ્યું કે, તેણે પોતાના ફેસબુક મેસેન્જર અને વ્હોસએપ થકી પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈના હમીદ નામના વ્યક્તિને મળ્યો હતો. જ્યાં તે બંને વચ્ચે સંપર્ક ઘડાયો અને તેને ભારતનું સીમકાર્ડ મેળવી આપવા તથા આરામીની ઈન્ફ્રન્ટ્રી, રેજિમેન્ટ, આર્ટિલરી અને બ્રિગેડ સહિતની માહિતી મોકલી હતી. અહીં સુધી કે સેનાના વાહનોની મૂવમેન્ટ પર પણ તે ધ્યાન રાખતો અને ગુપ્ત તથા સંવેદનશીલ માહિતીઓ વ્હોટસએપ અને કોલિંગ થકી હમીદ સુધી પહોંચાડતો હતો. જેના સામે હમીદ તેને બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ વ્યક્તિને રોકડા તથા ફાયનાન્સ કરીને યુએસટીડીનું ટ્રાન્ઝેક્શ કરતો હતો. અત્યાર સુધી 75856 રૂપિયા આપી ચુક્યો છે.
યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો અને પછી…
આ એજન્ટ દ્વારા પહેલા ફેસબુક યુઝરને હનીટ્રેપ કરીને ફસાવાય છે, પછી ભારતીય સીમકાર્ડ મેળવવાથી લઈ અન્ય પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સાળુંકેને પણ પહેલા પૂનમ શર્મા નામથી સોશિયલ મીડિયા એકાઉન્ટમાં સંપર્ક કરીને સાળુંકેનો વિશ્વાસ કેળવ્યો પછી તેણે પોતાની ઓળખ હમીદ તરીકે આપી હતી. જોકે સાળુંકેએ જે તે સમયે પોલીસની મદદ લેવી જોઈતી હતી પરંતુ અહીં કાંઈક જુદુ જ થયું અને હવે સાળુંકે વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે.
ADVERTISEMENT