સુરતઃ ગુજરાતની સુરત પોલીસે લગભગ 450 સીસીટીવી ચેક કર્યા પછી, એક દંપતીની ધરપકડ કરી છે જેઓ તેમના બાળકને બ્રિજ પર લાવારીસની જેમ છોડીને ભાગી ગયા હતા. ધરપકડ કરાયેલા દંપતીએ આર્થિક સંકડામણના કારણે સુરતના કેબલ બ્રિજ પર બાળકને મુકી ગયાની કબૂલાત કરી છે.
ADVERTISEMENT
શી ટીમે લીધી હતી બાળકની સંભાળની જવાબદારી
ગત ૧૯ ડીસેમ્બરના રોજ સુરતના અડાજણ કેબલ સ્ટેઈડ બ્રીજના વોક વે પર એક નવજાત બાળક મળી આવ્યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બાળકને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકની દેખભાળ પોલસની શી ટીમ દ્વારા કરવામાં આવતી હતી. તેમજ બાળકને ત્યજી દેનાર કોણ છે અને શા કારણે બાળકને ત્યજી દેવામાં આવ્યું હતું તે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. એક દંપતી બાળકને ત્યજીને જતા હોય તેવા સીસીટીવી ફૂટેજ નજરે ચડ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે દંપતીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં દંપતી ચાલતા ચાલતા સુરત રેલ્વે સ્ટેશન ખાતે ગયા હતા અને ત્યાંથી દંપતી વલસાડ ખાતે આ યુગલ ગયું હતું અને વલસાડ બાદ મુંબઈ ગયું હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં પણ પોલીસે શોધખોળ કરી હતી. દરમિયાન અડાજણ પોલીસની ટીમને માહિતી મળી હતી કે દંપતી સુરતના અડાજણ પાલનપુર વિસ્તારમાં ફરી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અડાજણ પાલનપુર જકાતનાકા ખાતેથી આ દંપતીને ઝડપી પાડ્યું હતું. પોલીસ તપાસમાં યુવકે પોતાનું નામ જીગ્નેશભાઈ ગાભાભાઈ સેનવા તથા તે છૂટક મજુરી કરતો હોવાનું જણાવ્યું હતું જયારે તેની પત્નીનું નામ રંજનબેન હોવાનું બહાર આવ્યું હતું.
શું કહ્યું DCP હર્ષદ મહેતાએ?
ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે માતા-પિતાની પૂછપરછમાં બાળકનો જન્મ ૧૧-૦૯- ૨૦૨૨ ના રોજ મહેસાણાની સિવિલ હોસ્પિટલ ખાતે થયો હોવાની કબુલાત કરી છે. બાળકના માતા પિતાની શોધખોળ દરમિયાન શહેરના ૪૫૦ થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. દંપતી મહેસાણા જિલ્લાના વતની હોવાનું જણાવ્યું હતું અને ત્યાં અગાઉ હોસ્પિટલમાં કામ કરતા હતા ત્યાં ૬ હજાર જેટલો પગાર હતો. ત્યારબાદ તેઓ રોજગારી અર્થે સુરત આવ્યા હતા અને સુરતમાં છૂટક મજુરી કરતા હતા. દરમ્યાન આર્થિક સંકડામણને કારણે બાળકને સુરતમાં ત્યજી મુંબઈ વધુ આવકના સાધનો શોધવા માટે ગયું હોવાનું પોલીસને જણાવ્યું હતું.
ADVERTISEMENT