શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલ શ્રી મહાજન ઇંગ્લિશ શાળામાં છેલ્લાં બે મહિના ઊપરાંત થી ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક ગેરહાજર રહેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. શાળામાં શિક્ષક જ બે મહિનાથી ન આવતા હોવાને કારણે બળકોના ભણતરમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે શાળા દ્વારા તેમના સ્થાન પર અન્ય કોઈ શિક્ષક પણ મુકાયા નથી.
ADVERTISEMENT
પ્રવાસી શિક્ષક મુકવાની ખાતરી મળી પછી મામલો થયો શાંત
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલી શ્રી મહાજન ઇંગ્લિશ સ્કૂલમાં છેલ્લા બે મહિનાથી ધોરણ 9 ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષક ગેર હાજર રહેતા હોવાના આરોપ સાથે વિદ્યાર્થીઓએ શાળાએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા બે મહિનાથી ગણિત, વિજ્ઞાન વિષયોના શિક્ષક ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. આ તરફ સમગ્ર મામલાની જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારી શાળાએ દોડી ગયા હતા. જ્યાં શાળાના ગેટ ઉપર મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ શિક્ષણ અધિકારીને ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષક મુકવા મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ તરફ ગણિત, વિજ્ઞાન વિષયના શિક્ષક મૂકવાની ખાતરી સહિતના પ્રશ્નનોના નિરાકરણ માટેની ખાતરી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. તેમણે ખાતરી આપ્યા બાદ જ સમગ્ર મામલે થાળે પડ્યો હતો.
હાલના શિક્ષકને પગમાં ફેક્ચર હોવાની શાળાની કબૂલાત
આ તરફ ગણિત, વિષયના શિક્ષકને પગે ફેક્ચર હોવાના છેલ્લાં બે મહિનાથી રજા ઉપર હોવાનું શાળાના આચાર્યએ કબૂલાત કરી હતી. સાથે પ્રવાસી શિક્ષક માગણી કરવામાં આવી છે, જેને લઇ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક પ્રવાસી શિક્ષક મૂકવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચૂંટણી ટાંણે શિક્ષણનો મુદ્દો દરેક રાજકીય પાર્ટીઓનો ફેવરિટ મુદ્દાઓ પૈકીનો એક હતો, આજે જ્યારે આ વિદ્યાર્થીઓ તકલીફમાં છે ત્યારે અહીં વિદ્યાર્થીઓની મદદે કોઈ નેતા છોડો રાજકીય કાર્યકર પણ જોવા મળી રહ્યો નથી.
ADVERTISEMENT