ભાવનગરઃ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે શિયાળામાં પણ વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતના ભાવનગર જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. મહુવા તાલુકાના બગદાણા પંથકમાં તો સવારથી જ ધીમી ધારે તો ક્યારેક જોરદાર બેટિંગ કરતા વરસાદ પડ્યો છે. વરસાદ અચાનક કમોસમે થવાને કારણે ખેડૂતોને ઊભા પાકનું નુકસાન ભોગવવાની સ્થિતિ સર્જાઈ છે.
ADVERTISEMENT
ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ
ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભાવનગરમાં પણ આજે બુધવારે ઠેરઠેર અચાનક વાતાવરણ પલટાયેલું નજરે પડ્યું હતું. જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ખેતરોમાં વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અચાનક મોસમ વગરના વરસાદે ખેડૂતોમાં ચિંતા ઉપજાવી છે. ઠંડીની સીઝનના પાક કર્યા હતા પરંતુ વરસાદ આવી જતા ઘણા ખેતરોનો પાક પણ ઢળી પડ્યો છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT