પ્રમુખ સ્વામી નગરમાં જતા પહેલા આ નવી ગાઈડલાઈન્સ ખાસ વાંચો, જાણો સંસ્થાએ માસ્ક સહિત કયા નિયમો લાગુ કર્યા

ગાંધીનગરઃ વિશ્વમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઝડપથી સંક્રમણમાં થતા વધારા અને તેને કારણે વિવિધ સરકારોની…

gujarattak
follow google news

ગાંધીનગરઃ વિશ્વમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ને લઈને ભારે ઉહાપોહ મચ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં ઝડપથી સંક્રમણમાં થતા વધારા અને તેને કારણે વિવિધ સરકારોની ચિંતાને લઈને બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા અહીં મુલાકાતે આવતા હરિભક્તો અને સેવા કરતા સ્વયંસેવકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. તો આવો જાણીએ કે આપણે પ્રમુખ સ્વામી નગરની મુલાકાત વખતે કયા કયા નિયમો પાળવાના રહેશે.

શું છે નિયમો
– સ્વયંસેવકો માટે માસ્ક ફરજિયાત, દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી. પ્રવેશ મેળવવા માટે ખાસ માસ્ક પહેરવું ફરજિયાત છે.
– અંદર વિશાળ જગ્યા છે તેથી સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજિયાત
– એકબીજાને હાથ મિલાવવાનું ટાળવું, નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરવાનો આગ્રહ રાખવો
– શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ મહોત્સવમાં ન જ આવવું
– ઉંમર લાયક, નાદુરસ્ત તબીયત, કો-મોર્બીડ લક્ષણ ધરાવતી વ્યક્તિએ ભીડમાં આવવાનું ટાળવું
– વિદેશથી આવતા ભક્તોએ કોરોનો ટેસ્ટ કરવો ફરજિયાત, તબીબોની સલાહ પણ લેવી
– ઠેરઠેર સ્વચ્છ ટોયલેટ બોક્સ છે ત્યાં સાબુ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો
– ડબ્લ્યૂએચઓ, ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ ગભરાવાનની જરૂર નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ
– વેક્સિનનો ડોઝ લેવાનો બાકી હોય તો વહેલી તકે લેવો

(વીથ ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)

    follow whatsapp