અરવલ્લીઃ ભિલોડા બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓએ હોબાડો મચાવ્યો હતો. વિજયનગર જતી બસ નહીં આવતા તેઓ સોમવારે સાંજે રોષે ભરાયા હતા. તંત્ર દ્વારા સાંજના 5 વાગ્યા પછી વિજયનગર તરફની એક પણ બસ ન મુકતા યુવાનો ડેપો મેનેજરને રજૂઆત કરવા ગયા પણ મેનેજર રજૂઆત સાંભળ્યા વગર જ રવાના થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં ઠંડીનો સુસવાટો ગુજરાતમાં સખ્ત ચાલી રહ્યો છે ત્યારે ઠંડીમાં યુવાનો કાંપી ગયા પણ તંત્રની અક્કડ યથાવત જોવા મળી હતી.
ADVERTISEMENT
તંત્ર માણસાઈ પણ ભુલ્યું
હું માનવી માનવ થાઉં તો ય ઘણું, તમે સાંભળ્યું હશે અને કદાચ આ વાક્યને એટલું સમજતા પણ હશો. જોકે નિયમોને અક્કડ થઈને પકડી રાખતા આપણા તંત્રના હાર્દમાં આ શબ્દો ઉતરતા જ નથી તેવા ઘણા કિસ્સા આપણે જોયા હશે, જાણ્યા હશે. નિયમ આપણી સવલત અને સુવિધા માટે હોય પરંતુ તે નિયમને પકડી રાખી આપણે માણસ પણ ન કહેવાઈએ તો તે કેટલું યોગ્ય? આવું જ કાંઈક ભીલોડાનું એસટી તંત્રમાં જોવા મળ્યું છે. જ્યાં ઠંડીમાં 80 જેટલા વિદ્યાર્થીઓ ભિલોડાથી વિજયનગર જવા માગતા હતા પરંતુ તેમના માટે એક બસ સાંજના 5 વાગ્યા પછી મુકવામાં નહીં આવતા તમામ માટે હાલ સ્થિતિ દયનીય બની ગઈ છે. તેમને ખાનગી વાહનો પર નિર્ભર થવું પડે છે.
આ પણ વાંચો…
ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
વડોદરાઃ MSUમાં નમાઝ અદા થઈ તો હિન્દુ સંગઠનોને ગુસ્સો આવ્યો, કાઉન્સેલિંગની જરૂર કોને?
GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ
મેનેજર અક્કડ, વિદ્યાર્થીઓ ઠુંઠવાયા
આટલી ઠંડીમાં જ્યાં લોકો સાવ ઠુંઠવાઈ ગયા છે ત્યાં તંત્રના પેટનું પાણી પણ ન હલે, અહીં સાંજે 5 વાગ્યા પછીની વિજયનગર તરફની કોઈ બસ નહીં મુકવામાં આવતા વિદ્યાર્થીઓ મેનેજરને રજૂઆત કરવા ગયા હતા. જોકે મેનેજરની અક્કડ ઠંડીમાં પણ માણસને કાપો તો લોહી ના નીકળે તેવી જોવા મળી હતી. મેનેજર તેમની રજૂઆત સાંભળ્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હોવાનું વિદ્યાર્થીઓ કહે છે. ઉલ્લેખનીય છે કે વિજયનગરને હાલ માત્ર ભિલોડા જ નહીં પરંતુ ગુજરાતમાં ઘણા લોકો માટે એક અલગ ઓળખ છે, પોળો ફોરેસ્ટ પણ અહીં જ છે, તેથી આપ પણ અંદાજ લગાવી શકો છો કે અહીં રાત્રી ટાંણે મુસાફરી કરવી વિદ્યાર્થીઓ માટે કેવી હશે?
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT