ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના પછી મંત્રી મંડળની ફાળવણી પણ થઈ ગઈ છે. હવે નવેસરથી એકડા ઘૂંટી રહેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાજપ પણ આગામી 2024ના રોડ મેપને ધ્યાનમાં લઈ આગળ વધી રહી છે. દરમિયાનમાં મંત્રી મંડળમાં 16 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મુખ્યમંત્રી દ્વારા વિવિધ મંત્રીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. 16 મંત્રીઓને ઓછામાં ઓછા બે જિલ્લાઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ જાણવા જેવું…
ચૈતર વસાવાની મહેનત ફળીઃ રાતોરાત 5 બસ ફાળવવાનો નિર્ણય
ફેન્સીંગ ક્રોસ કરી ગુજરાતમાં આવતો હતો આ પાકિસ્તાની’ને સામે જ BSF
હાલોલઃ તાલુકા પંચાયતની કચેરીમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો ચોરી ગયું
કયા મંત્રી ક્યાંના પ્રભારી
1. પ્રફુલ્લ પાનસેરીયા- વલસાડ, તાપી
2. કનુ દેસાઈ- સુરત નવસારી
3. બચુભાઈ ખાબડ- મહિસાગર, અરવલ્લી
4. કુંવરજીભાઈ બાવળિયા- પોરબંદર, દેવભૂમિ દ્વારકા
5. હર્ષ સંઘવી- ગાંધીનગર, વડોદરા
6. મુકેશ પટેલ- વલસાડ, તાપી
7. ભીખુસિંહ પરમાન- છોટાઉદેપુર, નર્મદા
8. ભાનુબેન બાબરીયા- ભાવનગર, બોટાદ
9. મુળુભાઈ બેરા- જામનગર, સુરેન્દ્રનગર
10. કુંવરજીભાઈ હળપતી- ભરૂચ, ડાંગ
11. પરષોત્તમ સોલંકી- અમરેલી, ગીર સોમનાથ
12. રાઘવજી પટેલ- રાજકોટ જૂનાગઢ
13. ડો. કુબેર ડીંડોર- દાહોદ, પંચમહાલ
14. ઋષિકેશ પટેલ- અમદાવાદ, ખેડા, આણંદ
15. બળવંતસિંહ રાજપૂત- સાબરકાંઠા, બનાસકાંઠા
16. જગદીશ વિશ્વકર્મા- મહેસાણા, પાટણ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT