બજરંગદળ હવે નહીં કરે ‘Pathaan’ ફિલ્મનો વિરોધઃ ગુજરાત સરકારની સુરક્ષા ગેરંટી બાદ ગુલાંટ

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ફિલ્મ પઠાણના વિરોધનો એક અલગ જ વાવળ ચાલ્યો હતો. જ્યાં છેલ્લા કેટલાક સમયથી બોલિવુડની ફિલ્મસને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો ન હતો…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં ઠેરઠેર ફિલ્મ પઠાણના વિરોધનો એક અલગ જ વાવળ ચાલ્યો હતો. જ્યાં છેલ્લા કેટલાક સમયથી બોલિવુડની ફિલ્મસને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો ન હતો તેના વચ્ચે અચાનક આ વિરોધ પ્રદર્શન પછી સતત પઠાણ ફિલ્મની વાતો અને અહેવાલો સામે આવવા લાગ્યા હતા. દરમિયાનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તો અમદાવાદના આલ્ફા વન મોલમાં આવેલા મલ્ટીપ્લેક્ષ પર રિલિઝ પહેલા લાલેગા પોસ્ટર્સને ફાડવામાં આવ્યા હતા અને રીતસર ધમકી આપવામાં આવી હતી કે ફિલ્મ રિલિઝ થઈ તો આના કરતાં વધુ ઉગ્ર વિરોધ કરીશું. જોકે આજે અચાનક બજરંગ દળ દ્વારા આ ફિલ્મનો વિરોધ હવે નહીં કરવામાં આવે તેવો નિર્ણય કરીને તેની જાહેરાત કરવામાં આવી છે.

ફિલ્મ જોવી કે નહીં તે નાગરિકો પર છોડીએ છીએઃ બજરંગ દળ
બજરંગ દળના ગુજરાત ક્ષેત્ર મંત્રી અશોક રાવલે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મ પઠાણના બજરંગ દળ દ્વારા કરવામાં આવેલ વિરોધના પગલે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં સામેલ અશ્લીલ ગીત તેમજ અરુચિકર શબ્દોમાં સુધાર કરવામાં આવ્યો છે. જે સંતોષના સમાચાર છે. ધર્મ, સંસ્કૃતિની રક્ષા માટે આ સફળ સંઘર્ષ કરનાર તમામ કાર્યકર્તાઓને તથા સમગ્ર હિન્દુ સમાજને હું અભિનંદન આપું છું. આ સાથે સેન્સર બોર્ડને, નિર્માતાઓને તથા થિયેટર માલિકોને પણ વિનંતી કરું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જો તેઓ ધર્મ, સંસ્કૃતિ તથા દેશદાઝનું ધ્યાન રાખી આવી બાબતોનો સમયસર વિરોધ કરશે તો બજરંગ દળ તથા હિન્દુ સમાજને સડકો પર નહીં ઉતરવું પડે. ફિલ્મ જોવી કે નહીં, તે નિર્ણય અમે ગુજરાતના પ્રબુદ્ધ નાગરિકો પર છોડીએ છીએ.

ગુજરાતના CM અને HMની માગી મદદ
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મલ્ટિપ્લેક્ષ એસોશિએશન દ્વારા પણ ફિલ્મની રિલિઝને લઈને ગુજરાત સરકારના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. તેમનું કહેવું હતું કે અમને સતત ધમકીઓ મળી રહી છે. આ ફિલ્મ રિલિઝ નહીં કરવા બાબતે. જેના કારણે આપ કોઈ કાયદાકીય ધોરણે નિર્ણય કરો. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એસોશિએસનના તુરંત પડખે આવ્યા હતા અને તેમણે તેમને સુરક્ષા પુરી પાડવાનો નિર્ણય કર્યો હતો. સાથે જ બીજી બાજુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મોને લીધે થઈ રહેલા વિવાદમાં ન પડવાની પણ સલાહ આપતું એક નિવેદન કરવામાં આવ્યું હતું. જોકે ક્યાંય લાંબા સમય સુધી તે અંગે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પાછો ખેંચાયો ન હતો પરંતુ આજે સોમવારે અચાનક બજરંગ દળ દ્વારા વિરોધ પાછો ખેંચવામાં આવ્યો છે.

    follow whatsapp