ગાંધીનગરઃ આસારામ યૌન શોષણ મામલામાં આજે કોર્ટમાં બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. કોર્ટને સજા ઓછી કરવાની વિનંતી અંગે બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. ઉલ્લેખનીય છે કે નવા કાયદા પ્રમાણે આરોપીને કુદરતી જીવન જીવે ત્યાં સુધીના કારાવાસની જોગવાઈ છે જ્યારે જુના કાયદા પ્રમાણે 10 વર્ષની સજાની જોગવાઈ છે. આ અંગે આરોપીના વકીલે એવી દલીલ કરી હતી કે જુના કાયદા પ્રમાણે સજા થાય. જ્યારે ફરિયાદી તરફથી વકીલની રજૂઆત હતી કે 376 કલમ અંતર્ગત સજાની પુરી જોગવાઈ થતા 377 કલમ પ્રમાણે પુરે પુરી સજા થાય. કોર્ટ આ મામલામાં આજે મંગળવારે બપોરે 3.30 વાગ્યે ચુકાદો જાહેર કરશે.
ADVERTISEMENT
દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાંથી અદાણી બહાર, અંબાણીનું કયું સ્થાન જાણો
આસારામને વધુ એક દુષ્કર્મના ગુનામાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે. વર્ષ 2013ના સુરતના કેસમાં યુવતીએ ફરિયાદ કરી હતી જે બાદમાં ગાંધીનગર કોર્ટમાં સુનાવણી ચાલી હતી. આસારામને આ મામલામાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે જ્યારે અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આસારામ પર એક કરતાં વધુ મહિલાઓ પર દુષ્કર્મનો આરોપ હતો. સુરતની મહિલા દ્વારા કરવામાં આવેલા કોર્ટની ટ્રાયલ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. ફરિયાદ હતી કે વર્ષ 1997થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. જેને લઈને આસારામ પર આસારામ પર 376(2)C, 377, 354, 342, 357 સહિત 506(2) અંતર્ગત કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
પીડિતાએ શું કરી હતી ફરિયાદ
પીડિતાની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાને દિવસે આસારામે તેને વક્તા તરીકે પસંદ કરી હતી જે પછી તેના ફાર્મ હાઉસ શાંતિવાટિકા પર તેને બોલાવી અને ત્યાં આશ્રમના અન્ય વ્યક્તિ તેને લઈ ગયા હતા. અહીં આસારામે મને હાથ પગ ધોઈને રુમની અંદર બોલાવી જ્યાં મને ઘીની વાટકી મગાવી માથા પર માલિશ કરી આપવા કહ્યું હતું. માલિસ કરતી હતી ત્યારે આસારામે તેને અડપલા કરવાના શરૂ કર્યા ત્યારે તે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરવા લાગી પણ આસારમે તેને સમર્પણ કરી દેવા કહ્યું હતું. જે પછી તેના પર બળજબરીથી દુષ્કર્મ કર્યું અને અકુદરતી રીતે પણ દુષ્કર્મ કર્યું હતું.
લગ્નગાળાની સિઝન વચ્ચે ફરી સિંગતેલ થયું મોંઘું, ડબ્બે 30 રૂપિયાનો વધારો
જામીન અરજીમાં આસારામે કરી આવી આજીજી
આસારામે અગાઉ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે તે જેલમાં છેલ્લા નવ વર્ષથી બંધ છે અને તેની ઉંમર પણ હવે 80 વર્ષથી વધારે થઈ ચુકી છે. હાલ તે ગંભીર બિમારીઓથી પણ પીડાઈ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટને તેની જામીન અરજી પર સહાનુભૂતિ દાખવી જામીનનો આદેશ કરવા વિનંતી કરી હતી કે જેથી તે પોતાની સારવાર કરાવી શકે.
કોર્ટમાં આજે ફેસલો
ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવ્યા પછી આજે બપોરે 3.30 વાગ્યે સજા સંભળાવવામાં આવશે. આસારામને આ કેસમાં થનારી સજાને ધ્યાને લઈને કોર્ટમાં સજા ઘટાડવાને મામલે દલીલો થઈ હતી. ફરિયાદી વકીલે વધુમાં એવું પણ કહ્યું હતું કે 506ની બે કલમ અંતર્ગત પુરે પુરી સજાની જોગવાઈ છે. મહારાષ્ટ્ર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પણ રજૂ કરીવામાં આવ્યા હતા. સાથે જ ફરિયાદીના વકીલે ભોગ બનનાર મહિલાને વળતર મળે તે માટે પણ માગ કરી હતી.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT