જામનગરઃ કોરોનાની સંભવિત લહેરથી લોકોમાં ફફડાટ, રસી લેવા લાઈન લાગી

જામનગરઃ હાલમાં ઠેરઠેર તંત્ર દ્વારા કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના હાહાકાર અને તેના જોખમને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલા રૂપિયે ઓક્સિજન, વેન્ટીલેટર, દવાઓ, ઈન્જેક્શન્સ વગેરેની…

gujarattak
follow google news

જામનગરઃ હાલમાં ઠેરઠેર તંત્ર દ્વારા કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના હાહાકાર અને તેના જોખમને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલા રૂપિયે ઓક્સિજન, વેન્ટીલેટર, દવાઓ, ઈન્જેક્શન્સ વગેરેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેવા સંજોગમાં લોકો પણ હવે તાત્કાલીક અસરથી વેક્સીનના બાકી ડોઝ લેવા માટે તૈયારીઓ બતાવી રહ્યા છે. જામનગરમાં હાલ ઘણા રસીકરણ કેન્દ્રો પર વેક્સીન લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.

લોકોની આરોગ્ય કેન્દ્રો પર કતારો લાગી
ચીન સહિત ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના કેસને લઈને ભારત સહિત ઘણા દેશોમાં ચિંતા વધી છે. હાલમાં જ દેશમાં પાંચ કેસ બીએફ.7 અંતર્ગત નોંધાયા હતા જેમાંથી 2 ગુજરાતમાં નોંધાયા તુરંત જ તંત્રને કામ પર લાગી જવાનું થયું હતું. સરકારની સતત બેઠકો થવા લાગી. સોશિયલ ડિસ્ટનન્સ અને માસ્ક પહેરવા પર અને કોરોનાની ગાઈડલાઈન્સ ફોલો કરવાને લઈ ફરી તંત્ર દ્વારા સલાહો અને વિવિધ સૂચનો આપી રહ્યું છે. હાલમાં જ સંભવિત ચોથી લહેર અને તેના જોખમને ધ્યાનમાં લેતા લોકો પણ તાત્કાલીક અસરથી વેક્સીન લેવા દોડી રહ્યા છે. જામનગરમાં સાધના કોલોની અને કામદાર કોલોની રસીકરણ કેન્દ્ર પર રસી લેવા માટે લોકોની લાંબી કતારો લાગી ગઈ છે.

લોકો અહીં બાકી રહેલી વેક્સીનના ડોઝ અને બુસ્ટર ડોઝ માટે કતારમાં લાગી ગયા છે. સવારે જ્યારે કેન્દ્રો ખુલ્યા કે તરત લોકોએ જાણે દોટ મૂકી હોય તેમ લોકો આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા છે. અહીં લોકોએ સાવચેતીના ભાગ રૂપે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જેવા નિયમોના પાલન કર્યા હતા.


(વીથ ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp