હાલોલઃ તાલુકા પંચાયતની કચેરીમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો ચોરી ગયું

ગોધરાઃ હાલોલ તાલુકા પંચાયત કચેરીથી મહત્વના દસ્તાવેજોની ચોરી થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ ઘટનામાં ચોરી પાછળ કોઇ જાણ ભેદુ હોવાની આશંકા સેવાઈ રહી…

gujarattak
follow google news

ગોધરાઃ હાલોલ તાલુકા પંચાયત કચેરીથી મહત્વના દસ્તાવેજોની ચોરી થતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ ઘટનામાં ચોરી પાછળ કોઇ જાણ ભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે. જુના આવાસના મકાનમાં રાખવામાં આવેલી તિજોરીમાંથી કોઈ મહત્વના રેકર્ડ્સ ચોરી ગયું હોવાને લઈને હાલ ચકચાર મચી છે. જમીન એનએ કર્યાના હુકમો અને નકશાઓની ચોરીએ તંત્રની ઉંઘ બગાડી છે.

જમીનોને લગતા ડોક્યૂમેન્ટ્સ ચોરાયા
હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સંઘના જુના આવાસના મકાનમાં તિજોરીમા મૂકવામાં આવેલા મહત્વના રેકર્ડ દસ્તાવેજોની ચોરી થઈ છે. આ ચોરી કોઇ અજાણયા ઈસમો દ્વારા કરવામાં આવી છે. રાત્રી સમયે બંધ મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યા હતા અને ત્યારે બાદ ત્રણથી ચાર જેટલી તિજોરીમાં મૂકવામાં આવેલા દસ્તાવેજો અસ્ત વ્યસ્ત કરી તેમાંથી વર્ષ 1963 થી 2018 સુધીના વર્ષ દરમિયાન જમીન NA કર્યાના હુકમો તથા નકશાઓની ચોરી કરી હતી, જયારે અન્ય દસ્તાવેજી રેકર્ડ છોડી તસ્કરો પલાયન થયાં હતા.

આ પણ વાંચો….
મહિસાગરઃ ભાજપના કેવા ‘બહાદુર’ નેતા, દિવ્યાંગ યુવાનની કરી ધોલાઈ- Video
જુનાગઢઃ વંથલીમાં દીપડાનો વધુ એક હુમલો, બાળકી બાદ મહિલા બની શિકાર, હાઈવે પર ચક્કાજામ કર્યો
માસ્ક પહેરવું, કે ફોટો પડાવવો?- સાંસદ પૂનમ માડમ ગજબ દ્વીધામાંઃ જામનગરમાં મોકડ્રીલ કે કાર્યક્રમ?


રેકર્ડ મગાવ્યા ત્યારે ખબર પડી
આ સમગ્ર હકિકત ત્યારે સામે આવી જ્યારે રેકર્ડની જરૂરિયાત પડતાં તાલુકા વિકાસ અધિકારીએ રૂમ ખોલાવી રેકર્ડ મંગાવ્યા હતા. જમીન NA કર્યાંના હૂકમો સહિત નક્શાઓની ચોરી મામલે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જમીનને લગતા મહત્વનાં દસ્તાવેજોની ચોરી પાછળ કોઇ જમીન માફિયા કાંડ છૂપાવવા ચોરીનું તરકટ રચ્યું હોવાનું મનાઈ રહ્યું છે. આ ચોરી ગુનામાં કોઈ જાણભેદુ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ આ સમગ્ર મામલે વિસ્તરણ અધિકારી દ્વારા હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે હાલોલ પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp