હાલોલમાં 500 કરોડનું કૌભાંડઃ ‘ કટકીખોર બાબુ’ આમ કરતા તગડી કમાણી

પંચમહાલઃ કાળી કમાણી કરતા બાબુઓની કિંમત આમ તો સમાજમાં દસિયા-વિસિયા બરાબર થઈ જતી હોય છે છતા કોલર ઊંચા રાખીને ફરતા હોય છે. આવા જ કેટલાક…

gujarattak
follow google news

પંચમહાલઃ કાળી કમાણી કરતા બાબુઓની કિંમત આમ તો સમાજમાં દસિયા-વિસિયા બરાબર થઈ જતી હોય છે છતા કોલર ઊંચા રાખીને ફરતા હોય છે. આવા જ કેટલાક કટકીખોર બાબુઓએ હાલોલની સબ રજિસ્ટ્રાર ઓફીસને કાળી ટીલી લગાવી છે. અહીં જાગૃત નાગરિકની લેખિત રજૂઆત બાદ કલેક્ટરે પણ તપાસના આદેશ આપી તપાસ કમિટિ બેસાડી દીધી છે. ફરિયાદ પ્રમાણે આ ઓફિસમાંથી છેલ્લા પાંચ વર્ષના ગાળામાં જ 500 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કરવાનું કૌભાંડ ચાલ્યું છે.

જંત્રીની રકમ ન ભરાવીને થયું કૌભાંડ
હાલોલના સબ રજિસ્ટ્રારની ઓફીસમાંથી 500 કરોડની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરીના આરોપ લાગ્યા છે. આ મામલે હાલોલના જ જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામમાં આવી હતી. આ રજૂઆતમાં અહીં 5 વર્ષના ગાળામાં 500 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી કર્યાનો આરોપ લગાવાયો છે. ગોધરા સ્ટેમ્પ ડ્યૂટી કચેરીના અધિકારી આ કૌભાંડમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હાલોલની જ એક ખાનગી કંપનીને હરાજી પ્રમાણે જંત્રીની રકમ ન ભરાવવીને કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યાનો આરોપ લગાવાયો છે. સાથે જ મકાન બાંધી ઓપન પ્લોટના દસ્તાવેજ કરનારા બિલ્ડર્સ પાસેથી તગડી રકમ લઈને ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો પણ લેખિત રજૂઆતમાં કરાયા છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર સુજલ મ્યાત્રાએ કહ્યું હતું કે, રજિસ્ટ્રારની ઓફીસના કૌભાંડ અંગે જાણકારી મળી છે જે સંદર્ભે કમિટિ બનાવીને તપાસ કરવામાં આવશે.


 

આ પણ જાણવા જેવું
લાઠીની રામકથામાં મોરારી બાપુએ હીરા બા માટે કરી પ્રાર્થનાઃ સ્વાસ્થ્યમાં થયો સુધારો
ન્યુડ વિડીયો કોલનું રોકોર્ડિંગ કરી પૈસા પડાવતી ગેંગનો માણસ ઝડપાયો, અપનાવતા હતા આ મોડેસ ઓપરેન્ડી
ઊનાના યુવકને 2 વર્ષમાં એક જ આંગળીએ 9 વખત સાપ ડંખ્યો, કંટાળીને 540 કિ.મી દૂર રહેવા જતો રહ્યો

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp